________________
(૨૧૨)
યોગદરિસમુચ્ચય કારણ કે આ મહાનુભાવ મુમુક્ષુ આ મન-મર્કટના તરકટને સારી પેઠે જાણે છે. કઈ પણ કાર્ય કરતાં આ મનરૂપ વાંદરું જ્યાં ત્યાં દોડ્યા કરે છે-ફેંકાયા કરે છે, વિક્ષેપ
પામે છે. માટે તેને છુટું રેઢું ન મૂકવું જોઈએ, એમ તે સમજે છે. મનડું મિહી કારણ કે તે ચિતવે છે કે-રાત્રે ક દિવસે, વસતિમાં કે ઉજજડ સ્થાનમાં, ન બાઝે” ગમે ત્યારે આ મન ઘડીકમાં આકાશમાં ને ઘડીકમાં પાતાલમાં જાય છે !
| મુક્તિના અભિલાષી એવા તપસ્વીઓ જ્ઞાન-ધ્યાનને અભ્યાસ કરે છે, ત્યાં તો આ દશમન જેવું મન કંઈક એવું ચિંતવે છે કે જેથી તે અવળે પાસે નાંખી દે છેઉધે રવાડે ચઢાવી દે છે! મોટા મોટા શાસ્ત્રના જાણકાર જે “આગમધર' કહેવાય છે, તેમના હાથે પણ આ મનડું કોઈ પણ પ્રકારે અંકાતું નથી–મદેન્મત્ત હાથીની જેમ અંકુશમાં આણ શકાતું નથી! અને કયાંક જે તેને હઠ કરીને હડકાવવામાં આવે છે-તિરસ્કાર કરીને કૂતરાની જેમ હડધૂત કરવામાં આવે છે, તો તે વ્યાલની જેમ વાંકું થઈને બેસે છે, ઉલટું આડું ફાટે છે ! આ મનને જે ઠગ કહીએ તો ઠગતું દેખાતું નથી, ને શાહુકાર પણ તે છે નહિં! તે બધાયમાં છે ને બધાયથી અલગું છે ! એ આશ્ચર્ય મનમાં ઉપજે છે! ને મનમાં સમાય છે ! હું જે જે કહું છું તે તે આ દુર્જન કાને ધરતો નથી, ને “કાલ” આ૫મતે રહે છે ! ગમે તે સુર, નર કે પંડિતજન સમજાવે તે ૫ણ આ હારે શાળા-મહા રોશાળ સમજ સમજે એમ નથી ! હું તો જાણતો હતો કે આ મન નપુંસકલિંગી છે, પણ આ તે બધાય “મરદ”ને ઠેલે મારે છે–ઠેબે ચડાવે છે ! બીજી વાતમાં તો “પુરુષ’ સમર્થ છે, પણ આ મનડાને કોઈ જેર કરી શકતું નથી! મને આવું દુરારાધ્ય છે, રીઝવવું–વશ કરવું મુશ્કેલ છે, માટે “મન સાધ્યું તેણે સઘળું સાધ્યું” એ વાત હું ખોટી માનતો નથી. આવા મનને હું જેમ જેમ જતન કરીને રાખવા જઉં છું, તેમ તેમ તે અળગું ને અળગું ભાગતું જાય છે ! કઈ રીતે બાઝતું નથી! ઠેકાણે આવતું નથી !
“મનડું કિમહી ન બાઝે હે કુંથુ જિન! મનડું કિમહી ન બાઝે; જિમ જિમ જતન કરીને રાખું, તિમ તિમ અળગું ભાજેહા કુંથુરા રજની વાસર વસતિ ઉજડ, ગયણ પાયાલે જાય, સાપ ખાય ને મુખડું થોથું, એહ ઉખાણે ન્યાયહા કુંથુરા મુક્તિ તણા અભિલાષી તપિયા, જ્ઞાન ને ધ્યાન અભ્યાસે; વયરીડું કાંઈ એહવું ચિંતે, નાંખે અવળે પાસે...હે કંથ, આગમ આગમધરને હાથે, ના'વે કિણવિધિ આંકું, કિહાં કણે જો હઠ કરી હટકું, તે વ્યાલ તણી પરે વાંકું હે કુંથુરા ઠગ કહું તે ઠગતું ન દેખું, શાહુકાર પણ નહિ; સહુ માંહે ને સહુથી અળગું, એ અચરિજ મનમાંહિ હે કુંથુરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org