________________
યેાગ થ્રિસમુચ્ચય
( ૨૧૪)
પ્રગટ્યા પછી સ્વાભાવિક ક્રમે શુશ્રુષા એટલે શ્રવણુ કરવાની-સાંભળવાની ઈચ્છા ઉપજે છે. અને આ શ્રવણેચ્છા પશુ ત્તત્ત્વ સબંધી જ હાય છે. વસ્તુ તત્ત્વ શું છે? હું કાણુ છું ? મ્હારૂં સ્વરૂપ શું છે ? આ ખીજું બધુંય શું છે ? તેનું વાસ્તવિક સ્વરૂપ શું છે ? તેની સાથે હારે શે! સંબંધ છે? આ જગત શું છે ? તેનું ચિત્ર-વિચિત્ર સ્વરૂપ કેમ છે ? ધર્મ શું છે ? ધર્મનુ પારમાર્થિક સ્વરૂપ શું છે? તેની પ્રાપ્તિ કેમ થાય ? ઇત્યાદિ તત્ત્વ સંબંધી અનેક પ્રશ્નોના ખુલાસા કરતી તત્ત્વવાર્તા સાંભળવાની આ ષ્ટિવાળા મુમુક્ષુ પુરુષને તીવ્ર ઉત્કંઠા ઉપજે છે, અંતરગ ઇચ્છા પ્રગટે છે. આવી અતરંગ ઉત્કટ ઇચ્છા વિનાનું કર્ણેન્દ્રિયદ્વારા જે શ્રવણ, તે નામ માત્ર શ્રવણ છે, એક કાને સાંભળી બીજે કાનેથી કાઢી નાંખ્યા બરાબર છે! એમ તેા આ જીવે અનંતવાર કથા-વાર્તા સાંભળી છે, તે સાંભળી સાંભળીને તેના કાન પણું ફૂટી ગયા છે ! તેપણુ હજી તેને બ્રહ્મજ્ઞાન-સાચું તત્ત્વજ્ઞાન થયું નથી ! કારણ કે તેણે અંતરાત્માથી,-આંતર શ્રવણેન્દ્રિયથી, ભાત્ર શ્રોત્રન્દ્રિયથી શ્રવણુ કર્યું. નથી. માત્ર દેખાવ પૂરતું જ સાંભળ્યું છે.
'—શ્રી અખાભક્ત
“કથા સુણી સુણી ફૂટ્યા કાન, તેાય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.
“ બ્રાહ્મા ના ગરે શ્રોતવ્યો મન્તવ્યો નિષ્ચિ સિતવ્યો । ”—શ્રી વેશ્રુતિ
“ કેટલીક વાર એક ભૂલ તા એ થાય છે કે તે ‘શ્રવણ'ના અગ્રહણ સાથેને તાત્ત્વિક સંબંધ વસ્તુત: ધ્યાનમાં લેવાતા જ નથી. ‘શ્રવણ' એટલે સાંભળવુ અને સાંભળવું એટલે કાનમાં શબ્દો પડવા દેવા; અને આટલું થતાં શ્રવણુ થયુ એમ ઘણીવાર કૃતકૃત્યતા માની લેવાય છે. × × × શબ્દને ક માં લઇ તેની સાથે અગ્રહણ પણ કરી લેવું તેનું નામ ‘શ્રવણ', એમ શ્રવણુ શબ્દને વાસ્તવિક અને પ્રાચીન શાસ્ત્રસ`મત અ છે. ’ —વિ શ્રી આનંદશંકર બાપુભાઈ ધ્રુવ
અને આ જે શ્રવણેચ્છા છે તેમાં પરની અપેક્ષા રહે છે, કારણ કે સાંભળવાનું બીજાના મલ્યા કે ઉપદેશ્યા વિના સંભવે નહિ; માટે શ્રવણુ અન્ય દ્વારા, અન્ય મુખે હાય છે. એટલે કે મુખ્યપણે તે શ્રવણ પુરુષવિશેષરૂપ બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુ સદ્દગુરુમુખે મુખે કરવાનુ છે; અને તેના જોગ ન હોય તા પૂર્ણાંકાલીન મહાત્માશ્રવણ આના સત્શાસ્રમુખે શ્રવણ કરવાનુ છે, કારણ કે મહાયેાગખલ સ’પન્ન એવા તે તે મહાગુરુઓના ચૈતન્યસ્વરૂપ આત્મા ‘અક્ષર’ સ્વરૂપે વ્યક્ત થઈ, તેમની કૃતિઓમાં પ્રગટપણે અક્ષરસ્વરૂપે રહ્યો છે. પ્રત્યક્ષ આત્મજ્ઞાની સદ્ગુરુના અભાવે, આવા પરાક્ષ આત્મારામી સદ્ગુરુઓના વચનનું અવલંબન જ શ્રેયસ્કર થઈ પડે છે, પરમ ઉપકારી આધારભૂત થઇ પડે છે. સદ્ગુરુના અભાવે, અન્ય સામાન્ય કાટિના જે તે પ્રાકૃત જનને ગુરુ સ્થાપી-માની બેસી તેના મુખે શ્રવણુ કરવા કરતાં, આવા પરોક્ષ સદ્ગુરુએના સગ્રંથમુખે શ્રવણ કરવું, તે અનેકગણું વધારે લાભદાયી છે, એમ વિદ્વાનેનું માનવું છે. તથારૂપ ગુરુગુણુરહિત ગમે તેને ગુરુ કલ્પવા કરતાં, આમ કરવું તે જ ચેાગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org