________________
ચાલીસણય સપુરુષને એગ થયે તો એવી ભાવના થાય કે અત્યાર સુધી જે મારાં પ્રયત્ન કલ્યાણને અર્થે હતાં તે સૌ નિષ્ફળ હતાં-લક્ષ વગરના બાણની પેઠે હતા. પણ હવે પુરુષને અપૂર્વ યોગ થયો છે, તે મારા સર્વ સાધન સફળ થવાનો હેતુ છે.” ઈત્યાદિ.
–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૪૩૭. “પરિચય પાતક ઘાતક સાધુ શું, અકુશલ અપચય ચેત; ગ્રંથ અધ્યાતમ શ્રવણ મનન કરી, પરિશીલન નય હેત...સંભવ”—શ્રી આનંદઘનજી “સાયરસી સાધકપણે, અભિસંધિ રમ્યો નિજ લક્ષ ૨.”–શ્રી દેવચંદ્રજી
આમ વંચક-અવંચક શબ્દના પ્રયોગમાં ભગવાન શાસ્ત્રકારે ઘણે પરમાર્થ સમજાવ્યો છે. વંચક એટલે છેતરનાર, ઠગનાર, છળનાર; અવંચક એટલે નહિં છેતરનાર,
નહિં ઠગનાર, નહિં છળનાર. ઠગ જેમ માણસને ભૂલાવામાં નાંખી દઈ, વંચક યોગનું થાપ આપે છે, તેમ આ વંચક યોગાદિ જીવને ભૂલાવામાં–બ્રમણામાં ઠગપણું નાંખી દઈ, ઠગે છે, છેતરે છે, છળે છે! કારણ કે મૂળ લક્ષ્યનું ભાન
ન હોવા છતાં, જીવ બિચારો બફમમાં ને બફમમાં એમ માને છે કે હું ગ સાધું છું, ક્રિયા કરું છું, મને ફળ મળશે. પણ તે બિચારે ઠગાય છે! ને અનંત રોગ સાધતાં છતાં, અનંત ક્રિયા કરતાં છતાં, તે ઊંધે રવાડે ચડી ગયે હેવાથી અનંત ફળ પામતે રહી, ચારે ગતિમાં રડવડે છે–રખડે છે! આવી ને આવી ભ્રમણામાં આ જીવે વંચક એવા અનંત વેગ-સાધના કરવામાં કાંઈ બાકી રાખી નથી, વંચક એવી અનંત ક્રિયા કરવામાં કાંઈ મણ રાખી નથી, અનંત પરિશ્રમ ઊઠાવવામાં કાંઈ પાછી પાની કરી નથી ! પણ તે બાપડાની આ બધી મહેનત પાણી માં ગઈ છે, “છાર પર લિંપણ” જેવી નકામી થઈ છે, ને પરમાથે તેનું પરિણામ મોટું મીંડું આવ્યું છે !!
કારણ કે અનંતકાળના પરિભ્રમણમાં આ જીવે અનંતવાર દીક્ષા ગ્રહણ કરી હશે, સાધુ-સંન્યાસી-બાવો બન્યો હશે! મેરુપર્વત જેટલા ઘા-મુહપત્તિ વાપર્યા હશે!
યમ, નિયમ, સંયમ, ત્યાગ, વૈરાગ્ય વગેરે અથાગ આદર્યા હશે, વનવાસ મોટું મીંડું! લઈને, મોન ધારણ કરી દઢ પદ્માસન લગાવીને બેસી ગયા હશે!
ને પ્રાણાયામ વગેરે હઠયોગના પ્રવેગ કરી સમાધિ ચઢાવી ગયો હશે સ્વરોદય વગેરે જાણું અને મંત્ર-તંત્રાદિના ચમત્કાર બતાવી મુગ્ધજનેને ભેળવ્યા હશે ! અનેક પ્રકારના જપ-તપ કર્યો હશે. સર્વ શાસ્ત્રનો પારંગત બની આગમધર, શ્રતધર, શાસ્ત્રજ્ઞમાં ખપે હશે! સ્વમતના મંડનમાં ને પરમતના ખંડનમાં પાવરધા બની “દિગવિજય” કરવા પણ નીકળી પડ્યો હશે! અરે ! પોતાનું કાંઈ પણ ઠેકાણું નહિં છતાં, ઊંચા વ્યાસપીઠ પરથી મોક્ષ સુધીના ઉપદેશરૂપ મોટા મોટા વ્યાખ્યાને આપી, સાક્ષાત્ વાચ સ્પતિના જેવી વક્તાબાજી કરી, વ્યાખ્યાનધરા ધ્રુજાવીને સભાઓ ગજાવી હશે!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org