________________
(૧૩૬)
યોગદહિસમુચ્ચય જાય, અથવા ચિત્તચંચળતારૂપ વિકાર ઉપજાવે. જ્યાં સુધી વૈરાગ્ય જળના સિંચનથી ચિત્તભૂમિ યથેચ્છ ભીંજાઈ ન હોય, ત્યાં સુધી તત્વજ્ઞાનરૂપ સિદ્ધાંત બંધનું બીજ તેમાં કયાંથી વાવી શકાય? ન જ વાવી શકાય; છતાં તે ત્યાં પ્રક્ષેપવામાં આવે તે તે ઠરે નહિં, વ્યર્થ જાય.”
“ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન,
અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજ ભાન. વૈરાગ્યાદિ સફળ તો, જે સહ આતમજ્ઞાન,
તેમ જ આતમજ્ઞાનની, પ્રાપ્તિ તણું નિદાન.”—શ્રી આત્મસિદ્ધિ એટલા માટે આ સહજ ભવ ઉદ્દેગને–સાચા અંતરંગ વૈરાગ્યને પણ ઉત્તમ યોગબીજ કહ્યું તે યથાર્થ છે. અને આમ અત્યાર સુધી જે ગબીજ કહ્યા તે આ પ્રમાણે–
ગના બીજ ઈહ ગ્રહે, જિનવર શુદ્ધ પ્રણામે રે, ભાવાચારજ સેવના, ભવ ઉદ્વેગ સુઠામે રે....વીર.”—શ્રી યોગ- સઝાય ૨-૮
૨, દ્રવ્ય અભિગ્રહ પાલન તથા દ્રવ્ય અભિગ્રહનું પાલન–સેવન એ પણ ઉત્તમ ગબીજ છે. નિર્દોષ આહાર, ઓષધ, શાસ્ત્ર, ઉપકરણ આદિનું મુનિ વગેરે સપાત્રને સંપ્રદાન કરવું, સમ્યકૂપ્રકારે
વિધિ પ્રમાણે દાન કરવું, ઈત્યાદિ દ્રવ્ય અભિગ્રહ છે, શુભ સંક૯પ છે. સુપાત્ર-ક્ષેત્રે ભાવ અભિગ્રહ તો ગ્રંથિભેદ થયા પછી વિશિષ્ટ પશમવંતને હોય દાન-બીજ છે, અને આ દષ્ટિવાળાને હજી ગ્રંથિભેદ થયે નથી, એટલે તેને ભાવ
અભિગ્રહ સંભવતા નથી, તેથી અહીં દ્રવ્ય અભિગ્રહનું ગ્રહણ કર્યું છે. આત્મધ્યાનમાં નિમગ્ન, દેહમાં પણ કિંચિત્ મૂછ નહિં ધરાવનારા, અને સંયમના હેતુથી જ દેહયાત્રામાત્ર નિર્દોષ વૃત્તિ ધરાવનારા, એવા એકાંત આત્માર્થને જ સાધનારા સાચા સાધુ મુનિવરોને, યથાશક્તિ વિધિપૂર્વક એગ્ય દાન વગેરે દેવું, તેને અત્યંત મહિમા શાસ્ત્રમાં વર્ણવવામાં આવ્યું છે. જેમ પૃથ્વીમાં પડેલું નાનું સરખું વડનું બીજ કાળે કરીને, છાયાથી શોભતું ને ઘણા ફળથી મીઠું એવું મોટું ઝાડ બની જાય છે તેમ સુપાત્ર સપુરુષને ચગ્યકાળે ભક્તિથી આપેલું અ૫ દાનરૂપ બીજ પણ કાળે કરીને, મોટા વૈભવરૂપ છાયાથી શોભતા તથા ઘણું ફળથી મીઠા, એવા મહા મોક્ષમાર્ગરૂપ વૃક્ષમાં પરિણમી મોક્ષ ફલ આપે છે,*
x “क्षितिगतमिव वटबीजं पात्रगतं दानमल्पमपि काले । फलति च्छायाविभवं बहुफलमिष्टं शरीरभृताम् ॥"
---શ્રી સમંતભદ્રાચાર્યજીત રત્નકરંડશ્રાવકાચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org