________________
મિત્રાદષ્ટિ : ઉપાદાન અને નિમિત્ત
(૧૫૭)
પણ બને નહિં. તેમ જીવન નિજ સત્તાગત ધર્મ તે ઉપાદાન છે. નિજ સત્તાએ સર્વ જીવ સિદ્ધ સમા છે, પણ તે શક્તિથી છે. તે ઉપાદાનની વ્યક્તિ માટે-પ્રગટપણા માટે અથૉત્ ઉપાદાન ઉપાદાનકારણ પણે પરિણમે તે માટે તે નિમિત કારણની અવશ્ય જરૂર છે. શુદ્ધ એવું પુષ્ટ નિમિત્તકારણ વિધિપૂર્વક ન સેવે તો અનંતકાળે પણ કદી સિદ્ધિ થાય નહિં, ઉપાદાન પ્રગટે નહિં. તેમ જ ઉપાદાનનું દુર્લક્ષ્ય કરી માત્ર નિમિત્ત સેવ્યાથી પણ કાર્યસિદ્ધિ થાય નહિં. બન્નેના સહકારથી જ સિદ્ધિ નીપજે.
ઉપાદાન આતમ સહી રે, પુણાલંબન દેવ...જિનવર પૂજે.
ઉપાદાન કારણપણે રે, પ્રગટ કરે પ્રભુ સેવા...જિન શ્રી સંભવ.” “નિમિત્ત હેતુ જિનરાજ, સમતા અમૃત ખાણી,
પ્રભુ અવલંબન સિદ્ધિ, નિયમ એહ વખાણી....પ્રણ –શ્રી દેવચંદ્રજી
માટે તાત્પર્ય કે ઉપાદાનનું નામ લઈ, જે એ નિમિત્ત છોડી દીએ, તેઓ સિદ્ધિ પામતા નથી, ને શાંતિમાં ભૂલા ભમે છે. આ અચલ સિદ્ધાંત જ્ઞાની પુરુષોએ કહ્યો છે. સદગુરુની આજ્ઞા, જિનદશા અને પ્રસ્તુતમાં આ અવંચકત્રય એ નિમિત્તકારણ છે. તે નિમિત્તકારણ સેવ્યા વિના-આરાધ્યા વિના આત્મજાગૃતિ આવે નહિં. આ અંગે પરમ તત્વષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીના કેતકીર્ણ વચનામૃત છે કે –
સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય;
સદગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણમાંય. ઉપાદાનનું નામ લઈ, જે એ ત્યજે નિમિત્ત,
પામે નહિં સિદ્ધત્વને, રહે બ્રાંતિમાં સ્થિત”– શ્રી આત્મસિદ્ધિ
અર્થાતુ-“સદગુરુ આજ્ઞા આદિ તે આત્મસાધનનાં નિમિત્તકારણ છે, અને આત્માનાં જ્ઞાનદશનાદિ ઉપાદાન કારણ છે; એમ શાસ્ત્રમાં કહ્યું છે, તેથી ઉપાદાનનું નામ લઈ જે કઈ તે નિમિત્તને તજશે તે સિદ્ધપણને નહીં પામે, અને ભ્રાંતિમાં વત્ય કરશે, કેમકે સાચા નિમિત્તના નિષેધાથે તે ઉપાદાનની વ્યાખ્યા શાસ્ત્રમાં કહી નથી, પણ ઉપાદાન અજાગ્રત રાખવાથી તારું સાચા નિમિત્ત મળ્યા છતાં કામ નહીં થાય, માટે સાચા નિમિત્ત મળે તે નિમિત્તને અવલંબીને ઉપાદાન સન્મુખ કરવું, અને પુરુષાર્થ રહિત ન થવું, એ શાસ્ત્રકારે કહેલી તે વ્યાખ્યાન પરમાર્થ છે.”
-શ્રીમદ્ રાજચંદ્ર અવંચક ઉદયથી” એમ કહ્યું, એટલે એનું સ્વરૂપ પ્રતિપાદન કરવા કહે છે–
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org