________________
મિત્રાદષ્ટિ : દાખી પ્રતિ દયા અતિ
દુખિઆ પ્રતિ દયા અતિ, ગુણવત પ્રતિ અદ્રષ;
ઉચિતપણે સેવન વળી, સર્વત્ર જ અવિશેષ ૩ર અર્થ:–દુખીઆઓ પ્રત્યે અત્યંત દયા, અને ગુણવંતો પ્રત્યે અષ, અને સર્વત્ર જ અવિશેષથી ઓચિત્ય પ્રમાણે સેવન -આ છેલ્લા પુદ્ગલાવર્તાનું લક્ષણ છે.
વિવેચન છેલ્લા ૫ગલાવર્સમાં–પુદગલફેરામાં વર્તતા જીવના મુખ્ય લક્ષણ આ છે:-(૧) દુઃખી આ પ્રત્યે અત્યંત દયા, (૨) ગુણવાન જનો પ્રત્યે અષ, (૩) અને સર્વત્ર ઔચિત્યથી સેવન. તે આ પ્રમાણે –
૧. દુઃખીઆ પ્રત્યે અત્યંત દયા રોગ વગેરે શારીરિક દુઃખથી, તેમ જ દરિદ્રતા-દૌભગ્ય વગેરેથી ઉપજતા માનસિક દુઃખથી,-આધિ-વ્યાધિ-ઉપાધિથી જે જીવો બિચારા દુઃખી આ હય, પરિતાપ પામી આકુળ-વ્યાકુલ થતા હોય, તેઓ પ્રત્યે અત્યંત દયા-અનુકંપા કરવી, તે અત્રે પ્રથમ લક્ષણ છે. એટલે કે તે તે દુઃખથી તે જીવને જેવો કંપ–આત્મપ્રદેશ પરિસ્પદ થતો હોય, તેવો તેને અનુસરતા કં૫ પોતાના આત્માને વિષે થાય, તેનું નામ “ અનુકંપા” છે. તે દુઃખ જાણે પોતાનું જ હોય એવી ભાવના ઉપજે, જેમ શરીરના એક ભાગને દુઃખ થતાં બીજા ભાગમાં પણ અનુકંપ ઊઠે છે, તેમ બીજાના દુઃખે પોતે દુઃખી થવું તે અનુકંપા છે. અને પિતાનું દુઃખ દૂર કરવાને જેમ પોતે સદા તત્પર હોય, તેમ પરદુઃખભજન કરવાને સદા તત્પર હોવું, તે જ ખરી અનુકંપા અથવા દયા છે. કારણ કે પરદુઃખ છેદવાની જે ઈછા તેનું નામ જ કરુણા–દયા છે.
“પરદુઃખ છેદન ઈચછા કરુણા.”—શ્રી આનંદઘનજી
“વૈષ્ણવ જન તો તેને કહીએ, પીડ પરાઈ જાણે રે.–શ્રી નરસિંહ મહેતા આવી ઉત્તમ દયા જે પાળવા ઈચછા હોય, તે પર જીવને દુઃખ કેમ આપી શકે ? પીડા કેમ ઉપજાવી શકે ? સૂમમાં સૂક્ષમ જીવને પણ જે દૂભવવા ઈછે નહિં, તે નાનામોટા કેઈ પણ જીવને કેમ હણી શકે? તેની લાગણી પણ કેમ દૂભવી શકે? તે તે કયારેય પણ કોઈ પણ જીવની મન-વચન-કાયાથી હિંસા કરવાથી જેમ બને તેમ દૂર જ રહે. એટલું જ નહિં પણ જેમ બને તેમ સર્વ પ્રયત્નથી તેની રક્ષામાં જ પ્રવર્તે.
આ દયા ધર્મવૃક્ષનું મૂળ છે, સર્વ સિદ્ધાતનો સાર છે, સર્વ દર્શનને સંમત છે, સર્વ વ્રતમાં પ્રથમ છે, સર્વ સુખસંપદાની જનની છે, સર્વ પ્રાણીનું હિત કરનારી છે. એના જેવો બીજો એકેક ધર્મ નથી. “અહિંસા પરમો ધર્મ ”-અહિંસા પરમ ધર્મ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org