________________
ભિવાદ : સાર્વજનિક દાનાદિ
(૧૩૭)
“જેમ સારા ક્ષેત્રમાં વાવેલું એક બીજ ઊગી નીકળી અસંખ્ય ફળ આપી, અનંતા બીજ પેદા કરી, તે તે બીજેમાં પાછી અનંતા બીજ પેદા કરવાની, એમ પરંપરાએ અનંતાનંત ફળની ચોગ્યતા આપે છે, તેમ સુપાત્રને આપેલું દાન અનંત કલ્યાણનું કારણ થાય છે. એક સુપાત્ર મહર્ષિને ખાનપાનનું ભક્તિપૂર્વક દાન દીધું હોય, તો તે સુપાત્રના દેહને યથેચ્છ નિવહ થાય છે, અને તે સુપાત્ર પછી જીવોને કલ્યાણમય ઉપદેશ આપી બીજા અનેક સુપાત્ર બનાવે છે, જે પાછા પ્રત્યેક અનેક અનેક કરી, ઘણા જીને સુપાત્ર થવાનાં કારણિક થાય છે. આમ એક સુપાત્રને દાન આપવાથી પરંપરાએ અનેક સુપાત્રો નીપજે છે,–જે જીવોનાં અમોઘ કલ્યાણનાં કારણરૂપ જ છે.”
–શ્રી મનસુખભાઈ કિરતચંદ્ર મહેતાકૃત દાનધર્મ-પંચાચાર એક રીતે જોઇએ તે મોક્ષમાર્ગનું પ્રવર્તન દાનથી જ થાય છે. કારણ કે મોક્ષ માર્ગ સમ્યજ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ છે, તેને ધારણ કરનારા મહામુનીશ્વરે છે, અને દેહવડે કરીને તેઓ તે ધર્મમાર્ગને આરાધે છે. દેહ પણ આહાર હોય તે ટકે છે, માટે નિર્દોષ આહાર-પાન-ઔષધ-શાસ્ત્ર આદિનું દાન જે સપાત્ર મુનિ આદિને કરે છે, તે મોક્ષમાર્ગને ધારી રાખે છે-ટકાવે છે, એમ પવનંદિપંચવિંશતિકામાં દાન અધિકાર મહાનિથ મુનીશ્વર પવનંદિજીએ કહ્યું છે. અને આવું સત્પાત્ર પ્રત્યે દેવામાં આવતું દાનાદિ આત્મામાં તેવા પ્રકારની ગ્યતાનું રોપણ કરે છે, તેથી તેને ગબીજ કહ્યું છે. સુપાત્ર દાનના પ્રભાવે ઘણા જ સંસારસાગર તરી ગયા છે, એના પુષ્કળ દષ્ટાંત શાસ્ત્રમાં મળી આવે છે. જેમકે-શ્રી શ્રેયાંસકુમાર, શ્રી શાલિભદ્રજી મહામુનિ આદિ.
અથવા તે સાર્વજનિક ઉપયોગને માટે દાનાદિ કર્મ કરવું, તેનો પણ અત્ર સમાવેશ થાય છે. દીન-દુઃખી જનતા માટે વિવેકપૂર્વક પિતાના દ્રવ્યનો યથાશક્તિ વ્યય
કરે, દાન દેવું, નિર્દોષ ઔષધ આદિનો પ્રબંધ કરે, દેશ-કાલને સાર્વજનિક અનુસરી દવાખાના-ઈસ્પિતાલ વગેરે કરાવવા, આહાર-પાણીની જોગવાઈ દાનાદિ કરી આપવી, દાનશાલા ઉઘાડવી; તેમજ રોગચાળો ફાટી નીકળે ત્યારે
અથવા કુદરતી કેપ થાય ત્યારે, સંકટસમયે પિતાના તન-મન-ધનની સર્વ શક્તિ ખચીને જનતાની-દરિદ્રનારાયણની જેટલી બને તેટલી સેવા કરવી –આ બધું ય પ્રશસ્ત હાઈ પરંપરાએ ગબીજનું કારણ થાય છે. કારણ કે પુષ્ટ આલંબનને આશ્રીને કરવામાં આવેલા તે દાનાદિ કર્મને લીધે પ્રવચનની ઉન્નતિ થાય છે, અને તેથી કરીને લોકેને બીજાધાન આદિ ભાવની પ્રાપ્તિ થાય છે. આમ ઘણા જીના ઉપકારથી અનુકંપાનું નિમિત્ત બને છે, તેથી અત્રે મુખ્ય એ શુભાશયરૂપ હેતુ હોય છે. અને આ * "पुष्टालम्बनमाश्रित्य दानशालादिकर्म यत् । तत्तु प्रवचनोन्नत्या बीजाधानादिभावतः॥ बहूनामुपकारेण नानुकंपानिमित्तताम् । अतिक्रामति तेनात्र मुख्यो हेतुः शुभाशयः ॥"
–શ્રી યશોવિજયજીકૃત દ્વા૨ દ્વા૨
દિ.
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org