________________
મિત્રાદષ્ટિ : ગબીજ ચિત્ત
(૧૫) અતિશયક આસક્તિને શિથિલ- ઢીલી કરી નાંખે એવું છે, મોળી પાડી નાંખે એવું છે. જેમ કેઈ દરીઆમાં ડૂળ્યું હોય તે જરા ઉપર સપાટીએ આવે, તો તેને ડૂબેલી અવસ્થા ને ઉપરની અવસ્થા એ બન્નેને સ્પષ્ટ તફાવત જણાય, રાહત અનુભવાય, એટલે ડુબેલી અવસ્થાના તેના મેહની પકડ ઢીલી પડે; તેમ સંસાર-સાગરમાં ડેબેલે જીવ જ્યારે ગબીજને પામે છે, ત્યારે તે ઉપર કંઈક ઉચ્ચદશાએ આવવારૂપ રાહત અનુભવે છે, અને તેની સંસાર સંબંધી આસક્તિ મંદ-શિથિલ-ઢીલી બની જાય છે.
(૨) તે ગબીજ ચિત્ત પ્રકૃતિનું પ્રથમ વિપ્રિય દર્શન છે. જ્યારે યોગબીજની પ્રાપ્તિ થાય છે ત્યારે પ્રકૃતિનું-માયાજાલનું- સંસારનું પ્રથમ અપ્રિય દર્શન થાય છે, જે સંસાર પહેલાં મીઠો લાગતો હતો, તે જ હવે કડવો-ખાર-અકારો લાગવા માંડે છે. જેમ સમુદ્રમાં ડૂબેલા માણસને ડૂબે હેય ત્યાંસુધી આસપાસનું કંઈ પણ ભાન હેય નહિં, પણ ઉન્મજજન થતાં જે ઉપર સપાટી પર આવે કે તરત તેને આસપાસની પ્રકૃતિનું કંઈક દર્શન થવા લાગે તેમ અહીં પણ આ જીવ જ્યાં સુધી સંસારસમુદ્રની અંદર ડૂબેલો હેય, ત્યાં સુધી તો તેને વસ્તુસ્થિતિનું કંઈ પણ ભાન નથી હોતું, પણ ગબીજની પ્રાપ્તિ થતાં જે તે સંસારસાગરની સપાટી પર જરા ઊંચે આવે કે તરત તેને પ્રકૃતિનું–વિષમ કર્મવિપાકરૂપ સંસારનું અકારું દર્શન થવા માંડે છે, અને તે દર્શન થતાં, તે તે સંબંધી ઊહાપોહમાં-વિચારમાં પડી જાય છે કે આ બધું ચિત્ર-વિચિત્ર સંસારસ્વરૂપ શું હશે ? આમ તેની વિચારદશા જાગ્રત થાય છે.
(૩) તે ગબીજ ચિત્ત પછી તે સંસારને સમુચ્છેદ જાણવા-પામવાના ઉપાયને આશ્રય કરે છે. જે સંસાર સમુદ્રનું પાછું મીઠું જાણી તેણે અત્યાર સુધી હસે હસે પીધું હતું, તે હવે ખારૂં ઝેર જેવું લાગતાં, તે સંસારનો ઉચ્છેદ કેમ થાય ? તેને ઉપાય જાણવા માટે તે પ્રવર્તે છે, અને તેને એવા તત્વચિંતનમાં પડે છે. “તત્વજ્ઞાનની ઊંડી ગુફ”ના દર્શન કરવા તે પ્રેરાય છે. જેમકે –
“હું કોણ છું? કયાંથી થયે? શું સ્વરૂપ છે મહારું ખરું?
કોના સંબંધી વળગણ છે? રાખું કે એ પરિહરૂં? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જે કર્યા. તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંતતત્વ અનુભવ્યા.”
–શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણીત શ્રી મોક્ષમાળા (૪) એટલે પછી તે યોગબીજવાળું ચિત્ત રાગ-દ્વેષ–મેહની ગાઢ ગ્રંથિરૂપ પર્વત પ્રત્યે પરમ વજ જેવું બને છે, અને નિયમથી તે ગ્રંથિપર્વતને ભેટે છે–ચૂરી નાંખે છે. આમ તેને સમ્યગુદર્શનની પ્રાપ્તિ થાય છે. એટલે
' x પાઠાંતર–શકયતિશય પાઠ હોય, ત્યાં સંસારના શક્તિ અતિશયની શિથિલતા કરે એમ અર્થ કરે. એટલે સંસારની શક્તિ મળી પડી જાય, એનું ઝાઝું જેર ન ચાલે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org