________________
(૧૩૨)
યોગદષ્ટિસમુચ્ચય બનાવે છે. જેવી રીતે પિતાના સમગ્ર જળરાશિને લઈ ગંગા સમુદ્રમાં ગુરુસેવાની મળે છે, કિંવા શ્રતિ બ્રહ્મપદમાં પ્રવિણ થાય છે, અથવા પતિવ્રતા સ્ત્રી પ્રશંસા પોતાનું જીવિત અને પિતાના ગુણાવગુણ સર્વ પોતાના પ્રિયતમ પતિને
સમપી દે છે, તે જ પ્રમાણે પિતાનું અંત:કરણ આંતર્બાહ્ય, ગુરુકુળમાં અર્પણ કરી દીધું છે, અને પોતાના શરીરને ગુરુકુળના આગારરૂપ બનાવ્યું છે.-ગુરુકુળમાં જેની એવી અનન્ય પ્રીતિ રહેલી તારા જેવામાં આવે, તેની આગળ જ્ઞાન તેની સેવા કરતું ઉભેલું હોય છે. ગુરુકૃપા જ અમૃતની વૃષ્ટિ છે, અને આપણે ગુરુસેવા વૃત્તિરૂપ રોપા છીએ.” ઈત્યાદિ.
આવા પવિત્ર સત્પાત્રની આપણે શોધી શોધી અન્ન-પાન-વસ્ત્ર-પાત્ર-ઔષધઆવાસ આદિવડે સંભાળ લેવી જોઈએ; તેઓની ભક્તિ-શુષા કરવી જોઈએ. એવા સુપાત્ર છે, જેઓ કેવળ પોતાના અને પારકા જીના હિતમાં જ પ્રવરી રહ્યા છે, અને જેઓ પિતાના દેહની પણ અપેક્ષા નથી રાખતા, તેવા મહાપુરુષોને દાન દઈ તેઓની ભકિત કરી, તેઓનો ગ મેળવી, મારી શક્તિઓને લાભ તેઓને આપી અહો! હું કયારે કૃતાર્થ થઈશ? એવી સદ્દભાવના આપણે સદા ભાવવી ઘટે છે.”
શ્રી મનસુખભાઈ કીરચંદ્રકૃત દાનધર્મ–પંચાચાર,
આમ આ શ્રીમદ્દ ગુરુ ભગવાનને અનંત અપાર ઉપકાર જાણી, આ દષ્ટિવાળે ગીપુરુષ તેની અનન્યભાવે સેવા-ભકિત કરે છે. તે ચિંતવે છે કે આ પરમ કૃપાળુ
કરુણસિંધુ સદગુરુ ભગવાને આ હું પામર પર પરમ આશ્ચર્યકારક શું પ્રભુચરણ ઉપકાર કર્યો છે ! હું તે ઉપકારનો બદલો વાળવા સર્વથા અસમર્થ છું, કને ધરું? તો પછી હું આ પ્રભુને ચરણે શું ધરુંકારણ કે આત્માથી બીજી
બધી વસ્તુ ઉતરતી છે અને તે આત્મા તો આ પ્રભુએ જ મને આપે છે, માટે એમના ચરણાધીનપણે વસ્તુ એ જ એક ઉપાય છે. એમ ચિંતવી તે સદગુરુ. ચરણે આત્માણ કરે છે. આત્મનિવેદન કરે છે, આજ્ઞાધીન થઈ રહે છે, દાસાનુદાસ ચરણરેણુ બની જાય છે.
અહો! આહા! શ્રી સદગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહાઅહે! ઉપકાર. શું પ્રભુ ચરણ કેને ધરું? આત્માથી સો હિન; તે તો પ્રભુએ આપિ, વતું ચરણાધીન. આ દેહાદિ આજથી, વત્તે પ્રભુ આધીન દાસ, દાસ, હું દાસ છું, તેહ પ્રભુનો દીન.”– શ્રી આત્મસિદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org