________________
(૧૧૮)
ગદષ્ટિસમુચ્ચય અર્થ-અત્યંતપણે ઉપાદેય બુદ્ધિવડે કરીને, સંજ્ઞાના વિધ્વંભન-નિરોધ સહિત, અને ફલની અભિસંધિથી-કામનાથી રહિત,-એવું આ સંશુદ્ધ આવું હોય છે.
વિવેચન ઉપરમાં જ સંશુદ્ધ ચિત્ત વગેરેની વાત કહી, તેમાં સંયુદ્ધ કેવું હોવું જોઈએ, તે અહીં સ્પષ્ટ કર્યું છે. સંશુદ્ધ હવામાં આ ત્રણ મુખ્ય લક્ષણ છે:-(૧) અત્યંત ઉપાદેય બુદ્ધિ, (૨) સંજ્ઞાનિરાધ, (૩) ફલાભિસંધિ રહિતપણું-નિકામ પણું.
૧. પરમ ઉપાદેય બુદ્ધિ પ્રથમ તો પ્રભુ પ્રત્યે અત્યંત ઉપાદેય બુદ્ધિ હોવી જોઈએ. એટલે કે શ્રી જિનેશ્વર દેવ-વીતરાગ પરમાત્મા આખા જગતમાં બીજા બધાય કરતાં વધારે આદરવા યોગ્ય છે, ગ્રહણ કરવા યોગ્ય છે, આરાધવા-ઉપાસવા યોગ્ય છે,-એવી પરમ ઉપાદેય બુદ્ધિ ઉપજવી જોઈએ; આખા જગતું કરતાં પણ જેનું ગુણગોરવ અનંતગુણ અધિક છે એવા તે પરમ જગદગુરુ પરમેષ્ટિ પરમ ઈષ્ટ લાગવા જોઈએ અને તેમના પ્રત્યે પરમ આદર પ્રગટ જોઈએ. આવી ઉપાદેયબુદ્ધિ-પરમ આદરભાવવાળી પ્રભુભક્તિ અહીં ચરમાવત્તમાં ઉપજે છે, કારણ કે તેવી ભવ્યતા--વેગ્યતાના પાકને લીધે અહીં સમ્યગ જ્ઞાનનું પૂર્વરૂપ-પૂર્વ અવસ્થા હોય છે. અને તેથી કરીને જ આ દષ્ટિવાળા ભક્ત જોગીજનને ભગવાન આવા પરમપ્રિયપ્રિયતમ, પરમ હાલા લાગે છે.
ઝાષભ જિનેવર પ્રીતમ માહરે રે, ઓર ન ચાહું રે કંત.” “બીજો મન મંદિર આણું નહિં, એ અમ કુલવટ રીત.”–શ્રી આનંદઘનજી “પરમ ઈષ્ટ વાહા ત્રિભુવન ઘણી રે, વાસુપૂજ્ય સ્વયંબુદ્ધ, ”—શ્રી દેવચંદ્રજી “સુમતિનાથ ગુણ શું મિલીજી, વાધે મુજ મન પ્રીતિ; તેલ બિન્દુ જ્યમ વિસ્તરેજી, જલમાંહે ભલી રીતિ
સોભાગી જિન શું લાગ્યા અવિહડ રંગ ”–શ્રી યશોવિજ્યજી પરંતુ આ-અભિસંધિ રહિત કુશલચિત્તાદિ તો અભિન્નગ્રંથિને પણ ત્યારે ચરમ યથાપ્રવૃત્તિકરણના સામથી તથા પ્રકારના ક્ષયો પશમ સારપણાને લીધે, એવું હોય છે;-આ સરાગ એવા અપ્રમત્ત યતિના વીતરાગ ભાવ જેવું છે.-જે પ્રકારે યોગાચાર્યોએ કહ્યું છે –
“योगबीजवित्तं भवसमुद्रनिमग्नस्येषदुन्मजनाभोगः तत्सत्यतिशयशैथिल्यकारी प्रकृतेः प्रथभविप्रियेक्षा तदाकूतकारिणी समुजासनागमोपायनं च इतस्तदुचितचिन्तासमावेशकृद्भन्थिपर्वतपरमवज्रं नियमात्तद्भेदकारि भावचारकपलायनकालघण्टा तदपसारकारिणी।" ઈત્યાદિ સંક્ષેપથી છે. (અર્થ માટે જુઓ વિવેચન)
એટલા માટે સંતું હેતવીદાન-. આ જિન પ્રત્યે કુશલ ચિત્તાદિ સંશુદ્ધ આવું હોય છે. અને આ તેવા પ્રકારના કાલ આદિ ભાવથી તે તે સ્વભાવપણાએ કરીને, ફલ પાકના આરંભ સરખું છે. (ફલ પાકવાની શરૂઆત જેવું છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org