________________
મિષા દષ્ટિ : સંશુદ્ધ પભુબક્તિ
(૧૧૧ ) વિવેચન જિનવર શુદ્ધ પ્રણામો રે”—શ્રી યોગ સજઝાય રાગ-દ્વેષ–મેહ વગેરે અંતરંગ વેરીઓને જેણે સર્વથા જય કર્યો છે, એવા વીતરાગ જિન ભગવંત, સર્વ જગતની પૂજાના પરમપાત્ર-પરમપૂજનીય “અહંત” છે. એવા જિન ભગવંત પ્રત્યે કુશલ એટલે શુભભાવસંપન્ન ચિત્ત રાખવું, લેશ પણ છેષ-અરોચક ભાવ રાખ્યા વિના અંતરંગ પ્રીતિ-ભક્તિ આદિ ધારણ કરવા, ચિત્તપ્રસન્નતાથી તેમની ભક્તિઆરાધના-સેવના-ઉપાસના કરવી,-એ ઉત્તમ બીજ છે. જેમકે –
“ઉપાસના જિન ચરણની, અતિશય ભક્તિ સહિત.”
પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુર બસે. – શ્રીમદ્ રાજચંદ્રજી “ષભ જિનેશ્વર પ્રીતમ મારો રે, ઓર ન ચાહું રે કંત; રીઝયો સાહિબ સંગ ન પરિહરે રે, ભાગે સાદિ અનંત. ચિત્ત પ્રસન્ન રે પૂજન ફલ કહ્યું રે, પૂજા અખંડિત એહ; કપટ રહિત થઈ આતમ અરપણુ રે, આનંદઘન પદ રેહ.”—શ્રી આનંદધનજી
અજિત જિર્ણોદ શું પ્રીતડી, મને ન ગમે હો બીજાનો સંગ કે; માલતી ફૂલે મોહિએ, કિમ બેસે હે બાવળ તરુ ભંગ કે.”
શ્રી શીતલ જિન ભેટિએ, કરી ભક્તિ ચેકનું ચિત્ત હે; તેહશું કહે છાનું કિર્યું, જેહને સોંપ્યા તન મન વિત્ત છે.”—શ્રી યશોવિજયજી પ્રીતિ અનંતી પરથકી, જે તેડે તે જોડે એહ, પરમ પુરુષથી રાગતા, એકવતા હો દાખી ગુણગેહ.
ઋષભ જિણંદ શું પ્રીતડી.”-શ્રી દેવચંદ્રજી અને તેવા ઉત્તમ ભક્તિભાવભર્યા મનની પ્રેરણાને લીધે, જિનેને નમસ્કાર છે, સપુરુષોને નમસ્કાર હો, ‘નમો ઢિંતા” “નમો નિri નિરમવાળ”—એવા જે સહજ
સ્વાભાવિક વચનગાર નીકળી પડે તે પણ ગબીજ સૂચવે છે અને મન વચન કાયા કાયાએ કરીને પંચાંગ પ્રણિપાત, સાષ્ટાંગ દંડવત, દ્વાદશાવર્ત વંદન થી સંશભક્તિ વગેરે જે ભક્તિભાવ સૂચવનારા વંદનપ્રકાર છે, તે યોગબીજ છે, કારણ
કે તે અંતરંગ ભક્તિના બાહ્ય આવિષ્કારો-સૂચનો છે. આ પ્રણામ વગેરે “સંશુદ્ધ હોય તે જ યેગબીજ છે. અસંશુદ્ધને અહીં સ્થાન નથી, કારણ કે તે તે સામાન્યથી યથાપ્રવૃત્તિકરણના ભેદરૂપ હોઈ, તેને ગબીજ પણું ઘટતું નથી. આમ (૧) મનથી જિન પ્રત્યે શુભ ભક્તિભાવવાળું સંશુદ્ધ ચિત્ત, (૨) વચનથી તેમને નમસ્કાર, (૩) અને કાયાથી શુદ્ધ પ્રણામ વગેરે -એ અનુત્તમ-સર્વોત્કૃષ્ટ ગબીજ છે. આને સર્વમાં પ્રધાન-ઉત્કૃષ્ટ કહેવાનું કારણ એ છે કે-જેના પ્રત્યે તે ભક્તિ-નમસ્કાર આદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org