________________
મિત્રા : ૮ પ્રભુભક્તિ-આજ્ઞાધન
(૧૧૩) “જિનવર પૂજા રે તે નિજ પૂજના રે.”
અજકુલગત કેસરી લહે રે, નિજ પદ સિંહ નિહાળ તિમ પ્રભુભકતે ભવિ લહે રે, આતમ શક્તિ સંભાળ.” દીઠો સુવિધિ જિjદ સમાધિસે ભર્યો રે,
ભાયે આત્મસ્વરૂપ અનાદિને વિસ રે.”—શ્રી દેવચંદ્રજી પ્રભુએ શુદ્ધ આત્મસ્વરૂપ વ્યક્ત પણે પ્રગટ કર્યું છે, અને અન્ય જીવોને તે શક્તિરૂપે રહ્યું છે. એટલે પ્રગટ વ્યક્તિ સ્વરૂપી પરમાત્મા પ્રતિઈદ સ્થાને છે, આદર્શરૂપ છે, ( Ideal). જેમ કુશલ શિલ્પી પ્રતિછંદ-આદર્શ (Model ) દેખી, તે પ્રમાણે પિતાની કલાકૃતિ બનાવે છે, તેમ ભક્તિ-કલામાં કુશલ ભક્ત જન પ્રતિછંદરૂપ પ્રભુનો આદર્શ નિરંતર દષ્ટિ સમક્ષ રાખી, પોતાના શુદ્ધ આત્માની સાંગોપાંગ સકલ કલાપૂર્ણ નિષ્પત્તિ થાય એમ કરવા મથે છે.
“ પ્રતિઈદે પ્રતિઈદે જિનરાજને હોજી, કરતાં સાધક ભાવ;
દેવચંદ્ર દેવચંદ્ર પદ અનુભવે છે, શુદ્ધાતમ પ્રાગુભાવ.”–શ્રી દેવચંદ્રજી ભક્તજન પ્રભુની ભક્તિ અનેક પ્રકારે કરે છે. પ્રભુનું શ્રવણ, કીર્તન, સ્મરણ, ચરણ સેવન, અર્ચન, વંદન, દાસ્ય (દાસપણું), સખ્ય (સખા-મિત્રભાવ), અને આત્મનિવેદન–
એમ નવધા ભક્તિ અન્ય શાસ્ત્રોમાં કહી છે. જેનશાસ્ત્રમાં દ્રવ્ય ને ભકિત પ્રકાર ભાવ એમ બે મુખ્ય વિશાળ ભેદમાં તેને સમાવેશ કરવામાં આવ્યો
છે. વંદન, નમન, અર્ચન, પૂજન, ગુણગ્રામ વગેરે દ્રવ્યભક્તિ છે. પ્રભુ સાથે અભેદ થવાની ઈચ્છા, પરભાવમાં નિકામપણું, પિતાના આત્મામાં તથારૂપ આત્મગુણ-ભાવનું પરિણમવું-પ્રગટપણું થવું તે ભાવભકિત છે. દ્રવ્યમતિ ભાવભક્તિનું કારણ થાય છે, માટે અવશ્ય કર્તવ્ય છે. અત્રે મિત્રા દષ્ટિમાં મુખ્યપણે વ્યક્તિ હોય છે.
“દ્રવ્ય સેવ વંદન નમનાદિક, અર્ચન વળી ગુણ ગ્રામજી;
ભાવ અભેદ થવાની ઈહા, પરભાવે નિકામોજી-શ્રી ચંદ્રપ્રભ૦”—શ્રી દેવચંદ્રજી પ્રભુની આરાધનાને શ્રેષ્ઠ ઉપાય તો તેની આજ્ઞાનું આરાધન કરવું એ જ છે, એ જ એની મોટામાં મોટી પૂજા છે. પ્રભુની આજ્ઞા પાળવી એ જ એની ઉત્તમ સેવા છે.
* "यस्य चाराधनोपायः सदाक्षाभ्यास एव हि ।
વા િવિધાન નિયમસ : | अहिंसासत्यमस्तेयं ब्रह्मचर्यमसङ्गता ।। જુહમત્તિરત જ્ઞાનં સturળ ઘર છે ”– શ્રી હરિભદ્રસૂરિકૃતિ અષ્ટક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org