________________
(૩૬)
યોગદષ્ટિસમુચ્ચય અર્થ-આ સામગ,- ધર્મસંન્યાસ અને સંન્યાસ એવી સંજ્ઞાઓ (નામ) કરીને બે પ્રકારનો છે. ક્ષાપશમિક (ક્ષપશમ ભાવથી ઉપજતા) તે “ધર્મો” છે, અને કાય વગેરેનું કર્મ તે “ગ” છે.
વિવેચન આ સામગના બે ભેદ છે-(૧) “ધર્મસંન્યાસ” એવી સંજ્ઞાવાળે, (૨) “ગસંન્યાસ” એવી સંજ્ઞાવાળે. અત્રે ધર્મો એટલે લાપશમિક ભાવે, અને પેગ એટલે મન-વચન-કાયાનું કર્મ–વ્યાપાર. અત્રે “સંજ્ઞા” શબ્દ હેતુપૂર્વક કહ્યો છે, કારણ કે જેના વડે કરીને અમુક વસ્તુ તેના સ્વરૂપે સંજ્ઞાત થાય-સમ્યક્ પ્રકારે જાણવામાં આવે, બરાબર ઓળખાય તે સંજ્ઞા.
“ધર્મસંન્યાસાગ”—જેમાં ધર્મોને સંન્યાસ એટલે ત્યાગ હોય છે તે ધર્મસંન્યાસ. અહીં “ધર્મો” એટલે સર્વ પ્રકારના ક્ષાપશમિક ભાવો-ક્ષપશમથી ઉપજતા ભાવો સમજવા ક્ષયપશમ ભાવથી ક્ષમા વગેરે જે જે ભાવ ઉપજે છે, તે તે ધર્મો છે. આ ક્ષપશમરૂપ ધર્મોને અહીં સંન્યાસ–ત્યાગ હોય છે, કારણ કે આ મહાત્મા સામર્થ્યથેગી ક્ષપકશ્રેણ પર આરૂઢ થઈ, કમેને ખપાવતે ખપાવતે-ખતમ કરતે કરતે આગળ વધે છે, એટલે તેને કર્મક્ષયથી ઉત્પન્ન થતા ક્ષાયિકભાવે ઉપજે છે, ક્ષાયિક સમ્યકત્વ-દર્શન-જ્ઞાન–ચારિત્ર આદિ ગુણો પ્રગટે છે. આમ ક્ષાયિક ભાવ ઉપજતાં પશમ ભાવ ત્યજાતા જાય છે.
“ક્ષાયિક દરિસન જ્ઞાન, ચરણ ગુણ ઉપન્યા રે, આદિક બહુ ગુણ સભ્ય, આતમઘર નીપજ્યા રે...શ્રી નમિ જિનવર સેવ, ઘનાઘન ઉનમે રે.”
–શ્રી દેવચંદ્રજી ચોગસંન્યાસ ગ–ગસંન્યાસ, એટલે જેમાં કેગનો એટલે કે મન-વચનકાયાના કર્મોને સંન્યાસ-ત્યાગ હોય છે તે. મનવચન-કાયાના વેગને જ્યાં અભાવ છે, એવી “અગી” અવસ્થા જ્યાં હોય છે, તે મેંગસંન્યાસ છે. “મન વચન કાયા ને કર્મની વર્ગણા, છુટે જહાં સકળ પુદગલ સંબંધ જે, એવું અગી” ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જે...અપૂર્વ.”
શ્રીમદ્ રાજચંદ્રજી આમ આ બન્ને નામ આપ્યા છે તે યથાર્થ છે.
એમ આ સામર્થ્યગ બે પ્રકાર છે. તેમાં જે જયારે હોય છે, તે ત્યારે કહી બતાવવા માટે કહે છે --
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org