________________
(કર)
ગાદિસપુસ્થય ઉપજે કે-અરે ! હું અત્યાર સુધી આ પરવતુના સંસર્ગથી પરવતુમાં રમ્યો! તે રમવા યેગ્ય હેતુંએ ક્ષેભ-કંપ આત્મામાં થાય તે અનુકંપા. જેમકે –
“હું છોડી નિજરૂપ રમ્યા પર પુદગલે,
ઝી ઊલટ આ વિષય તૃષ્ણા જલે વિહરમાન” – શ્રીદેવચંદ્રજી એવી સાચી અનુકંપા ઉપજે, એટલે નિદ-સંસારથી અત્યંત કંટાળો આવી જાય. આ કાજળની કોટડી જેવા સંસારમાં મહારે હવે એક ક્ષણ પણ આત્મભાવે રહેવું નથી, એમ સંસારથી તે ઉભગે. અને એ નિવેદ-કંટાળો ઉપજતાં, સંવેગ એટલે મેક્ષનો તીવ્રવેગી અભિલાષ ઉપજે, આ સંસાર બંધનથી હું કયારે છૂટું એવી શુદ્ધ ભાવના ભાવતો તે દઢ મુમુક્ષુ બને. અને તેના પરિણામે પ્રશમ પ્રગટે, વિષય-કષાયનું પ્રશાંતપણું થાય, પરભાવથી વિરતિ થાય, વીતરાગતા આવે અને તેને આત્મા સ્વસ્વરૂપમાં શમાઇ જાય.
આવા પાંચ લક્ષણવાળું સમ્યગ્દર્શન જીવને પહેલા અપૂર્વકરણના પ્રતાપે ગ્રંથિભેદ થયે સાંપડે છે. અને પછી કર્મસ્થિતિમાંથી સંખ્યાત સાગરોપમ વ્યતીત થયે, આ
બીજી અપૂર્વકરણ-અપૂર્વ આત્મપરિણામ પ્રાપ્ત થાય છે, ત્યારે આ તાવિક ધર્મ તાત્ત્વિક ધર્મસંન્યાસગ ક્ષપકશ્રેણીમાં ચઢતા સામર્થ્યાગીને સંન્યાસ હોય છે, કારણ કે તે ક્ષેપક વેગી ક્ષમા વગેરે પશમરૂપ ધર્મોથી
નિવર્યો છે, અને ક્રોધાદિ કષાયરૂપ સર્વ કર્મપ્રકૃતિઓને જડમૂળથી ખપાવવારૂપ સાયિકભાવ ભર્ણ પ્રવર્તે છે. અને આવો જે “ધર્મસંન્યાસ'નામનો સામઅગિ છે, તે જ ખરેખર તાત્વિક, પારમાર્થિક “ધર્મસંન્યાસ ”ગ છે.
અતાત્વિક “ધર્મસંન્યાસ” તે પ્રવજ્યા-દીક્ષા અવસરે પણ હોય છે, કારણ કે જેમાં પ્રવૃતિરૂપ ધર્મોને સંન્યાસ-ત્યાગ હોય છે, તે નિવૃત્તિરૂપ પ્રવજ્યા-દીક્ષા કહેવાય છે.
પાપમાંથી પ્રકર્ષે કરીને શુદ્ધ ચરણગમાં વજન-ગમન તે “પ્રવજ્યા” અતાવિક છે. વિષયકષાયાદિ દુષ્ટ ભાવનું મુંડન-છોલણક્રિયા તેનું નામ “દીક્ષા” ધર્મ સં. છે. આ પ્રવ્રજ્યા (દીક્ષા-સંન્યાસ) જ્ઞાનગના અંગીકારરૂપ છે.
એટલા માટે જ સંસારથી જે અંતરંગ પરિણામથી ખરેખર વિરક્ત થયે હેય, ચિત્તમાં અત્યંત વૈરાગ્યવંત થયે હાય, તે જ તેવી જ્ઞાનગની પ્રતિપત્તિરૂપ દીક્ષા અધિકારી પાત્ર કહ્યો છે. દીક્ષાને ગ્ય, મુનિધર્મ ગ્રહણ કરવાને ગ્ય પાત્ર જીવ કેવા વિશિષ્ટ ખાસ લક્ષણવાળે હે જઈએ, તે અહીં કહ્યા છે –
(૧) જે આર્ય દેશમાં ઉત્પન્ન થયે હય, (૨) વિશિષ્ટ જાતિ-કુલવાળો હેય, (૩) જેને કમલ ક્ષીણપ્રાય-લગભગ ક્ષીણ થવા આવ્યો હોય, (૪) એથી કરીને જ જે વિમલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org