________________
મિથા દણિ : પહેલું ગાંગ-યમ
(૧૦૩) ખરેખરી વૃત્તિ અત્ર હોય છે. આ મિત્રા નામની પહેલી દષ્ટિમાં જે મંદ દશન દર્શન–સશ્રદ્ધાવાળે બેધ હોય છે, તે મંદસ્વલ્પ શક્તિવાળે હેઈ,
એને તૃણ અનિકની ઉપમા ઘટે છે. જેમ તૃણ અગ્નિકણનો પ્રકાશ ઈષ્ટ પદાર્થનું દર્શન કરાવવા સમર્થ થતો નથી, તેમ આ દષ્ટિને બોધ તત્વથી. પરમાર્થથી ઈષ્ટ પદાર્થનું દર્શન કરાવી શકતું નથી. કારણ કે જેમ તૃણઅગ્નિને પ્રકાશ પદાર્થની કંઈક બરાબર સૂઝ પડે તેટલો વખત ટકતા નથી, જોતજોતામાં વિલય પામી જાય છે, તેમ આ દષ્ટિને બંધ પણ તેને સમ્યકપણે પ્રગ કરી શકાય એટલે વખત સ્થિતિ કરતો નથી-ઝાઝીવાર ટકતો નથી. જેમ તૃણ અગ્નિને પ્રકાશ અ૫–મંદ-ઝાંખો હોય છે, તેમ આ દષ્ટિને બોધ મંદ વર્કવાળો-અપ સામર્થ્યવાળો હોય છે. જેમ તૃણ અગ્નિપ્રકાશ ચમકીને ચાલ્યા જાય છે, દઢ સ્મૃતિસંસકાર રહેતો નથી, તેમ અત્રે પણ બંધ અલ્પજીવી ને અ૯પવી હોવાથી તેને પટુ સ્મૃતિ સંસ્કાર રહેવા પામતો નથી. અને આમ તૃણ અગ્નિપ્રકાશ સર્વથા વિકલ-પાંગળો હોઈ તેનાથી કંઇ ખરું કાર્ય બનવું સંભવતું નથી, તેમ આ દષ્ટિમાં બેધનું વિકલપણું–અપૂર્ણપણું હેઈ અત્રે ભાવથી વંદન આદિ કાર્ય બનતા નથી,-દ્રવ્ય વંદનાદિ હોય છે.
“એહ પ્રસંગથી મેં કહ્યું, પ્રથમ દૃષ્ટિ હવે કહીએ રે જિહાં મિત્રા તિહાં બોધ જ, તૃણ અગનિસે લહીએ રે....વર.”
–શ્રી ગ૦ દ. સજઝાય -૫ અને આ મિત્રા પ્રથમ દૃષ્ટિ છે, એટલે એમાં પૂર્વે કહેલા નિયમ પ્રમાણે (૧) વેગનું પ્રથમ અંગ-થમ, (૨) ખેદ નામના પ્રથમ દષનો ત્યાગ–અખેદ, (૩) અને અષ નામનો પ્રથમ ગુણ પ્રાપ્ત થાય છે. તે આ પ્રકારે –
૧. પહેલું ચોગાંગ : યમ
યમનું બીજું નામ વ્રત છે. તે પાંચ છે–અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય ને અપરિબ્રહ; અને તે પ્રત્યેકને વળી તરતમતાના કારણે વધતા ઓછા દશાભેદને લીધે ચાર ચાર પ્રકાર છે: ઈછાયામ, પ્રવૃત્તિયમ, સ્થિરયમ, ને સિદ્ધિયમ. (આનું સ્વરૂપ આગળ ઉપર ગ્રંથના છેડે મહાત્મા ગ્રંથકાર કહેવાના છે.) પ્રથમ દષ્ટિવાળે ભેગી દેશથી કે સર્વથી આ અહિંસાદિ યમનું અવશ્ય પાલન કરનારો હોય, અણુવ્રતી કે મહાવતી હોય. તે ખરે. ખરો અહિંસક, સત્યવાદી, અસ્તેયવંત, બ્રહ્મચર્યધારક અને નિપરિગ્રહી હોય. આ અહિં. સાદિ યમસંપન્ન યોગીના અહિંસાદિ યમ કેવા હોય, તેનું સ્વરૂપ સમજવા માટે તેનું શાસ્ત્રીય લક્ષણ અવશ્ય જાણવું જોઈએ. એટલે અત્રે પ્રસંગથી પ્રથમ પાતંજલ યંગસૂત્ર અનુસાર તેની કઈક વ્યાખ્યા કરવામાં આવે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org