________________
(૧૦૮)
યોગદરિસમુચ્ચય
રાચનારો-રોપા રહેનારો ભાવાભિનંદી જીવ, માથું ભારી હાય-દુઃખતું હોય તે પણ વિષયાગ વગેરે સાંસારિક પ્રજનમાં પ્રવર્તે જ છે, તેમ આ દષ્ટિમાં રિથતિ કરતા યોગી ધર્મનો દઢ અવિહડ રંગ લાગ્યો હોવાથી, ધર્મકાર્યમાં રપ જ રહે છે.
“સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય અદ્વેષ અદ. “ખેદ પ્રવૃત્તિ કરતાં થાકીએ ૨, દ્વેષ અરોચક ભાવ ”–શ્રી આનંદધનજી
સાચે રંગ તે ધને.....સાહેલડી, બીજે રંગ પતંગ રે..ગુણવેલડિઓ. ધર્મ રંગ જીરણ નહિં–સાહે. દેહ તે જીરણ થાય છે. ગુણ સોનું તે વિણસે નહિં....સાહે. ઘાટ ઘડામણ જાય છે. ગુણ”—શ્રીયશવિજયજી “જબ જાગેંગે આતમા, તબ લાગેંગે રંગ.”–શ્રીમદ્ રાજચંદ્રજી
૩. અદ્વેષ દેવકાર્ય વગેરેમાં અખેદ છતાં, દેવકાર્ય વગેરે ન હોય તેમાં અહીં અદ્વેષ-અમત્સર હોય છે. એટલે કે બીજે કઈ દેવ-ગુરુ-ધર્મકાર્યમાં ન પ્રવર્તતે હોય તો તેવા જીવ પ્રત્યે અત્રે છેષ-મત્સર હોતો નથી, તિરસ્કાર હોતો નથી, પણ મધ્યસ્થ એવી ઉપેક્ષા વૃત્તિ હોય છે. જો કે હજુ અહીં તેવા પ્રકારનું તત્ત્વજાણપણું નથી, એટલે માત્સર્ય -શ્રેષનું બીજ નાશ પામ્યું નથી–સત્તામાં છે, તો પણ તે મત્સર–બીજનો અંકુરો-ફણગો ફૂટતો નથી, ઉદય થતો નથી, તે દબાઈ રહે છે. કારણ કે અહીં જીવનું ચિત્ત તે તવઅનુષ્ઠાનને આશ્રય કરી સતકર્મમાં લાગ્યું રહે છે, તે પોતે પોતાના કાર્યમાં સાવધાન-મશગૂલ રહે છે. “સબ સબકી સંભાળિએ, મેં મેરી ફેડતા હું” એમ સમજી તે પોતે પિતાની સંભાળ છે, એટલે તેને પારકી પંચાતનો-ચિંતાને અવકાશ રહેતો નથી; અને જે રહેતે હોય તે તેને બીજા પ્રત્યે દ્વેષ, મસર, અસહિષ્ણુતા કે તિરસ્કાર તે ઉપજતો જ નથી, પણ ઊલટે કંઈક કરુણાભાવ કુરે છે કે-અરે ! આ બિચારા જીવો સન્માર્ગને આદરતા નથી, તેથી અનંત દુઃખપરંપરાને પામશે. એમ તેને “પદુઃખ-છેદન ઈચ્છારૂપ કરુણા” ઉપજે છે. અથવા દ્રષ એટલે અરોચક ભાવ-અરુચિ-અણગમો, સદેવ, સદ્ધર્મ, સન્માર્ગ આદિ પ્રત્યે તે શ્રેષ-અરોચક ભાવ-અણગમે ને હવે તે અષ આ આ નકારાત્મક (Negative) પ્રકારનો પણ “ગુણ” છે. તે કાંઈ નાનીસૂની વાત નથી. આ અદ્વેષ ગુણ અહીં પ્રગટે છે. અને આમ“વત પણ યમ અહીં સંપજે, ખેદ નહીં શુભ કાજે રે; દ્વેષ નહિં વળી અવરશું, એહ ગુણ અંગ વિરાજેરે ....વીર”—શ્રી ગ૦ સક્ઝાય, ૨-૭ આ દ્રષ્ટિમાં વ્યવસ્થિત યેગી જે સાધે છે, તે બતાવવા માટે કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org