________________
(૧૬)
આત્મપરિણામનું જે હિંસન થતું હોય, ઘાત થતી હોય, તો આ સર્વ હિંસા છે. દ્રવ્યહિંસા પણ જે ભાવહિંસા થતી હોય તો જ હિંસા છે, નહિં તો નહિં. ભાવહિંસા હોય, તો દ્રવ્યહિંસા હોય કે ન હોય, તે પણ હિંસા જ છે; ભાવહિંસા ન હોય, તો વ્યહિંસા હોય કે ન હોય, તો પણ અહિંસા જ છે. આત્મપરિણામનું સ્વસ્વરૂપમાં ન હોવું, સ્વસ્વરૂપથી યુત થવું-ભ્રષ્ટ થવું, પ્રમત્ત થવું, અથવા રાગ-દ્વેષ-મોહ આદિ પ્રમાદથી વિકૃતભાવને પામવું તે આત્મસ્વરૂપની ઘાત અથવા ભાવહિંસા છે. એટલે અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય, પરિગ્રહ વગેરે પણ આત્માના વિકારભાવના કારણ છે, માટે તે અસત્યાદિ સર્વ પાપસ્થાનક પણ હિંસાના અંગત છે. એથી ઊલટું આત્માનું સ્વસ્વભાવમાં વર્તવું, વસ્વરૂપથી મૃત ન થવું, રાગાદિથી વિકૃત ભાવને ન પામવું તે અહિંસા છે, અને સત્ય આદિ પણ તેના અંગરૂપ છે. ટૂંકામાં રાગાદિનો અપ્રાદુર્ભાવ-ન ઉપજવું તે અહિંસા છે, તેની ઉત્પત્તિ તે હિંસા છે.
“સત્ય શીલ ને સઘળાં દાન, દયા હાઈને રહ્યા પ્રમાણે દયા નહિં તો એ નહિ એક, વિના સૂર્ય કિરણ નહિ દેખ.”—મોક્ષમાળા “આતમભાવ હિંસનથી હિંસા, સઘળા પાપસ્થાન,
તેહ થકી વિપરીત અહિંસા, તાસ વિરહનું ધ્યાન...મન–સા. 2. ગાઢ સ્ત, આમ સર્વત્ર આત્મભાવનું પ્રધાનપણું હેવાથી, એ જ હિંસા-અહિંસા નિશ્ચિત કરવાની મુખ્ય કસોટી છે. અને આ ઉપરથી કેટલાક મુદ્દા નીકળે છે-“યુક્ત૮ આચરણવાળા, યતનાવંતને રાગાદિ ન હોય, તો પ્રાણના વ્યપરોપણ (હવા) માત્રથી જ હિંસા લાગતી નથી; પણ રાગાદિને વશ એવી પ્રમાદ અવસ્થા હોય, તે જીવ મરે કે ન મરે પણ હિંસા ચક્કસ આગળ દોડે છે, કારણ કે સકષાય હોઈ આત્મા પ્રથમ તે આત્માને (પિતાને) આત્માથી હણે છે, પછી ભલે બીજા પ્રાણીની હિંસા થતી હોય વા ન થતી
अनृतवचनादि केवलमुदाहृतं शिष्यबोधाय ॥ यत् खलु कषाययोगात् प्राणानां द्रव्यभावरूपाणाम् । व्यएरोपणस्य करणं सुनिश्चिता भवति सा हिंसा ॥"
–મહર્ષિ શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત પુરુષાર્થસિદ્ધિઉપાય ~ "युक्ताचरणस्य सतो रागाद्यावेशमंतरेणापि ।
न हि भवति हिंसा प्राणव्यपरोपणादेव ॥ व्युत्थानावस्थायां रागादीनां वशप्रवृत्तायाम् । म्रियतां जीवो मा वा धावत्यग्रे ध्रुवं हिंसा ॥ यस्मात्सकषायः सन्हन्त्यात्मा प्रथममात्मनात्मानम् । પશ્ચાત્તાવેત વા fëા પ્રાચંતiri તુ !”–પુરુષાર્થસિદ્ધિઉપાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org