________________
( પર )
યુગદષ્ટિસમુચ્ચય એટલે તે યોગી વળતું કહે છે-હે પરમ ઉપકારી સશાસ્ત્ર! આપને હું કયા શબ્દમાં આભાર માનું ? આપે મહારા પર અચિંત્ય ઉપકાર કર્યો છે. આટલી ભૂમિકાએ હું પહેર્યો છું, તે બધું આપને પ્રતાપ છે. ને આગળ માટેની જે આપે કિંમતી સૂચના બતાવી તે માટે પણ હું આપને ત્રાણું છું. હું આપની તે આજ્ઞાને અનુસરવા સદા તત્પર રહીશ, અને મને ખાત્રી છે કે આપની કૃપાથી હું મારા ઈષ્ટ સ્થાને-મોક્ષનગરે હવે થોડા વખતમાં જલ્દી પહોંચીશ. આપે હારા માટે ઘણે શ્રમ લીધે છે, ને મેં પણ આપની આજ્ઞા ઉઠાવવાને યથાશક્તિ પરિશ્રમ કર્યો છે, છતાં આજ્ઞાભંગ થયો હોય તે ક્ષમા ! વારુ, નમસ્કાર!
પછી તે સમર્થ યોગી આત્મસામર્થ્યથી વેગમાર્ગે તીવ્ર સંવેગથી–અત્યંત વેગથી ઝપાટાબંધ દોડ્યો જાય છે. પ્રાતિજ જ્ઞાન–અનુભવજ્ઞાન દ્રષ્ટિથી તેને આગળ આગળને
માર્ગ ચેખો દીવા જેવો દેખાતો જાય છે અને જેમ જેમ તે ઈષ્ટ સામર્થયેગી દયેય પ્રતિ આગળ ધપતો જાય છે, તેમ તેમ તેનો ઉત્સાહ અત્યંત
વધતો જાય છે. લાપશમિક ઘર્મોને-ક્ષયોપશમ ભાવેને ફગાવી દઈ તે પિતાને ભાર ઓછો કરતા જાય છે, એટલે તે ઓર ને એર વેગથી આગળ પ્રગતિ કરે છે. આમ અપૂર્વ આત્મસામર્થ્યથી ક્ષપકશ્રણ પર ચઢી, ધર્મસંન્યાસ કરતો કરતે, તે ૮-૯-૧૦-૧૨ ગુણઠાણું ઝપાટાબંધ વટાવી દીએ છે, ને ૧૩ માં ગુણઠાણે પહેંચે છે, કેવલજ્ઞાન પામી સર્વ દ્રવ્ય-પર્યાય પ્રત્યક્ષ દેખે છે. ત્યાં તો મેક્ષનગર સાક્ષાત દેખાય છે. તે જાણે તેના પરામાં આવી પહોંચે છે.
ત્યાં પછી તે છેડે વખત (આયુષ્ય પ્રમાણે) વિસામે ખાય છે, તે પિતાને થયેલા જ્ઞાનને લાભ બીજાને-જગતને આપી પરમ પરોપકાર કરે છે.
ને પછી આયુષ્યની મુદત પૂરી થવા આવ્યું, તે મન-વચન-કાયાના ગેને નિરોધ કરે છે–ત્યાગ કરે છે, ને આમ યોગસંન્યાસ કરી, મેરુ જેવી નિષ્કપ શૈલેશી અવસ્થા રૂપ ભવ્ય દરવાજામાંથી તે મેક્ષનગરમાં પ્રવેશ કરે છે, અને સિદ્ધ પુરુષ બની સાદિ અનંતે કાળ અનંત સમાધિ સુખમાં શાશ્વત સ્થિતિ કરે છે.
પૂર્વ પ્રાગાદિ કારણના યોગથી, ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જે, સાદિ અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જે..અપૂર્વ”
–શ્રીમદ્ રાજચંદ્રજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org