________________
(૬૮)
યોગદષ્ટિસમુચ્ચય પણ તે પ્રથમ ગુણસ્થાનકનો પ્રકર્ષ-પરાકાષ્ઠા છેલ્લામાં છેલ્લી હદ આ ચેથી દષ્ટિમાં પ્રાપ્ત
થાય છે. એટલે મિત્રા વગેરે ચાર દષ્ટિમાં ઉત્તરોત્તર મિથ્યાત્વનું પ્રમાણ મિથ્યાત્વ ઘટતું જાય છે, અને તેથી ઉપજતા ગુણનું પ્રમાણ વધતું જાય છે. આમ ગુણસ્થાનક” જેથી દષ્ટિમાં મિથ્યાત્વની માત્રા ઓછામાં ઓછી ને તજજન્ય ગુણની
માત્રા વધારેમાં વધારે હોય છે. એટલે દીપ્રા દષ્ટિમાં ઓછામાં ઓછા મિથ્યાત્વવાળું ઊંચામાં ઊંચું “મિથ્યાત્વ ગુણસ્થાનક' હોય છે. ત્યાર પછી પાંચમી સ્થિરા દષ્ટિથી માંડીને મિથ્યાત્વને સર્વથા અભાવ હોય છે.
૫. સ્થિર દષ્ટિ “દષ્ટિ સિથરામાંહિ દર્શન નિત્ય, રત્નપ્રભા સમ જાણે રે.”—શ્રી. ગ૦ સજઝાય
પાંચમી સ્થિરા દૃષ્ટિ જેને ગ્રંથિભેદ થયે છે, એટલે કે જેની રાગ-દ્વેષ પરિ. ણામની ગાઢ કર્મની ગાંઠ છેદાઈ ગઈ છે, એવા સમ્યગદષ્ટિવંત પુરુષને જ-ભેદનાનીને જ
હોય છે, આત્મજ્ઞાનીને જ હોય છે. દેહાદિ સર્વ પરવસ્તુથી સર્વથા રત્નપ્રભા સમ ભિન્ન એવા શુદ્ધ આત્માના અનુભવરૂપ ભેદજ્ઞાન-આત્મજ્ઞાન આ પુરુષને સ્થિર હોય છે. “હું એક શુદ્ધ દર્શન-જ્ઞાનમય અને સદા અરૂપી
એ આત્મા છું, અન્ય કંઈ પણ પરમાણુ માત્ર પણ મહારું નથી –એવો અખંડ સ્થિર નિશ્ચય આ ભેદજ્ઞાની આત્મદ્રષ્ટા પુરુષને હોય છે.
"अहमिक्को खलु सुद्धो दंसणणाणमइओ सदारूवी । णवि अस्थि मज्झ किंचिवि अण्णं परमाणुमित्तंपि ।”
શ્રી કુંદકુંદાચાર્ય પ્રણીત શ્રી સમયસાર અને એટલા માટે જ આ દષ્ટિને “સ્થિર” કહી છે. તેમાં ઉત્પન્ન થતા બેધને રત્નની પ્રભા સમાન કહ્યો છે, તે પણ યથાયોગ્ય છે, કારણ કે રત્નને પ્રકાશ પણ સ્થિર હોય છે, ડગમગ થતો નથી, તેમ સમ્યગ્દષ્ટિ પુરુષનો બોધ પણ સ્થિર રહે છે, ડગ મગ નથી, ચળતો નથી. “જ્યારે વાપાત થતો હોય ને આખું ત્રેય ભયથી ધ્રુજતું હોય ત્યારે પણ નિસર્ગ-નિર્ભયપણે સર્વ શંકા છોડીને, પિતાને ન હણાય એવા અવષ્ય * “ सम्यग्दृष्टय एव साहसमिदं कर्तुं क्षमंते परं,
यद्वजेऽपि पतत्यमी भयचलत्रैलोक्यमुक्ताध्वनि । सर्वामेव निसर्गनिर्भयतया शङ्कां विहाय स्वयम् , जानंतः स्वमवध्यबोधवपुष बोधाच्यवंते न हि ॥"
શ્રી અમૃતચંદ્રાચાર્યપ્રણીત સમયસારકલશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org