________________
ગદષ્ટિસમુચ્ચય
ભ્રમથી જેહ ન સાંભરે રે, કાંઈ અકૃત કૃત કાજ રે;
તેહથી શુભ કિરિયાથકી રે, અર્થવિરોધી અકાજ રે.પ્રભુ તુજ.” ૬. અન્ય મદ–બીજે ઠેકાણે આનંદ-મોદ પામે છે. આત્મતત્વ કરતાં અન્યસ્થળે આનંદિત થવું તે અન્યમુદ. અથવા આમ માંડેલી ગક્રિયા અવગણને બીજે ઠામે હર્ષ ધરવો, તે પરમાર્થરૂપ ઈષ્ટ કાર્યમાં અંગારાના વરસાદ જેવો છે.
માંડી કિરિયા અવગણી રે, બીજે ઠામે હર્ષ;
ઈષ્ટ અર્થમાં જાણીયે રે, અંગારાનો વર્ષ રે....પ્રભુ તુજ.” ૭. ગ-રોગ, રાગ-દ્વેષ-મોહ એ ત્રિદોષરૂપ મહારગ-ભાવરોગ અથવા સાચી સમજણ વિના ક્રિયા કરવામાં આવે, તો શુદ્ધ ક્રિયાને ઉશ્કેદ થાય, એટલે શુદ્ધ ક્રિયાને પીડારૂપ અથવા લંગરૂપ એ “રોગ ઉપજે, આવી રેગિણ અશુદ્ધ ક્રિયાનું ફલ વાંઝિયું છે.
રોગ હૈયે સમજણ વિના રે, પીડા-ભંગ સુરૂપ રે;
શુદ્ધ ક્રિયા ઉછેદથી રે, તેહ વંધ્ય ફલરૂપ રે..પ્રભુ તુજ.” ૮. આસંગ–આસક્તિ, પરદ્રવ્ય તથા પરભાવના સંગમાં આસક્તિ ઉપજવી તે. અથવા અમુક એક જ યોગક્રિયાના સ્થાનમાં રંગ લાગવાથી, તે સ્થાનમાં જ–તે જ ક્રિયામાં આસક્તિ થઈ જવી તે આસંગ છે. જે ક્રિયા કરતો હોય, તેમાં “ઈદમેવ સુંદર' આજ સુંદર છે–રૂડું છે, એ જે રંગ લાગવે, તેમાં જ ગુંદરીઆ થઈને ચૂંટ્યા રહેવું, તે આસંગ દેષ છે, કારણ કે એમ એક જ સ્થળે જીવ જે ચોંટી રહે-મંડ્યો રહે, તો પછી ત્યાં જ ગુણઠાણે સ્થિતિ રહે, આગળ ન વધે, પ્રગતિ (Progress) ન થાય તેથી પરમાર્થ રૂપ સુંદર ફળ(મોક્ષ) ન મળે.
“એક જ ઠામે રંગથી રે, કિરિયામાં આ સંગ રે;
તેહ જ ગુણઠાણે થિતિ રે, તેહથી ફલ નહીં ચંગ રે..પ્રભુ તુજ.” આમ સન્માર્ગરૂપ યોગમાર્ગની સાધનામાં ચિત્તને પ્રથમ ખેદ ઉપજે, થાક લાગે, દઢતા ન રહે, એટલે તેમાં ઉદ્વેગ ઉપજે-અણગમો આવે, વેઠીઆની જેમ પરાણે કરે.
એથી કરીને ચિત્તવિક્ષેપ થાય, ડામાડોળ વૃત્તિ ઉપજે, મન બીજે આઠ દેષની બીજે દેડ્યા કરે. એટલે ચાલુ કામમાંથી મન ઊઠી જાય, ઉત્થાન સંકલના થાય, ને ચારે કોર ભમ્યા કરે, ભ્રાંતિ ઉપજે. એમ ભમતાં ભમતાં
કે અન્ય સ્થળે તેને લીજજત આવે–અન્યમુદ્દ થાય. એટલે શુદ્ધ ક્રિયાને ઉછેદ થાય, પીડારૂપ-ભંગરૂપ રોગ લાગુ પડે, ક્રિયા માંદી પડે, ને તે અમુક
થળે આસંગ-આસક્તિ ઉપજે, “અહી દ્વારકા” જ થઈ જાય ! આમ આ આઠ આશયદોષનો પૂવોપર સંબંધરૂપ સંકલના ઘટાવી શકાય છે. તે દેષ જેમ જેમ છોડાય, તેમ તેમ અનુક્રમે આઠ દષ્ટિરૂપ આત્મગુણનો અવિર્ભાવ થતો જાય છે, પ્રગટપણું થતું જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org