________________
( ૯૬)
યોગાદિસમુચ્ચય પણ ઉપજે. જે પ્રતિપાત ન થાય, આવ્યા પછી પડે નહિં, તે નરકાદિ પ્રતિપાતી હોય દુઃખરૂપ અપાય-બાધા પણ ન હોય. આમ પહેલી ચાર દષ્ટિમાં બે તે જ સપાય વિક૯૫ –કાં તો તે પ્રતિપાતી હેય, કાં તો અપ્રતિપાતી હોય, અને
પ્રતિપાતી હોય, તો જ સાપાય-અપાયવાળી હોય અપ્રતિપાતી તે નિરપાય જ-અપાય રહિત જ, નરકાદિ બાધા રહિત જ હોય.
અત્રે કોઈ પ્રશ્ન કરે કે-શ્રેણિક મહારાજા ક્ષાયિક સામ્યત્વના ધણી છતાં, સ્થિરારૂપ અપ્રતિપાતી દ્રષ્ટિમાં વર્તતાં છતાં, નરક વગેરે દુઃખરૂપ અપાય-બાધા કેમ પામ્યા? તો
તેનો ઉત્તર એ છે કે–પ્રસ્તુત દષ્ટિના અભાવમાં પૂર્વે તેમણે તેવા પ્રકારે શંકા સમાધાન કર્મ ઉપાર્યા હતા, તેના વિપાક વશે તેવા તે સમ્યગદષ્ટિ મહાત્માને
તેવી નરકાદિ દુઃખરૂપ અપાયની પ્રાપ્તિ થઈ. અને આમ સ્થિરાદિ દષ્ટિવાળાને કવચિત તેવો અપાય હોય, તો પણ તે કાંઈ પ્રતિપાત થકી હોતો નથી, પણ અપ્રતિપાત છતાં પૂર્વે બાંધેલા કર્મને લીધે હોય છે. વળી અત્રે જે અપાય ન હોય એમ કહ્યું છે તે પ્રાયે-ઘણું કરીને અપાય ન હય, એ દષ્ટિએ કહ્યું છે, એટલે કવચિત્ અપવાદવિશેષે તેમ હોય પણ ખરું. પણ કોઈ પણ સંજોગોમાં સ્થિરાદિ દષ્ટિનો પ્રતિપાત તો ન જ હોય.
અથવા તો બીજી રીતે જોઈએ તો તેવા શ્રેણિકાદિ જેવા મહાનુભાવોને આ અપાય બાધા તે અનપાય જ છે, અપાય જ નથી, બાધારૂપ જ નથી. કારણ કે વજન ચોખાને
પકાવવાથી કાંઈ તેના પર પાકરૂપ અસર થાય નહિં, તે પાકે નહિં, અપ્રતિપાતી તેમ શરીર દુઃખરૂપ પાક હોવા છતાં, તેવા મહાજનના ચિત્તને– નિરપાય જ આશયને કંઈ પણ દુઃખરૂપ અસર પહોંચતી નથી. તે અવધૂતે તે
“સદા મગનમાં” રહે છે ! એટલે પરમાર્થથી તેવા સમ્યગદષ્ટિ સમતાવંત જોગીજનોને તેવો કોઈ પણ અપાય સ્પર્શતો નથી, જલમાં કમલની જેમ તેઓ નિલેપ જ રહે છે. કારણ કે તેઓ સર્વ અપાયથી–બાધાથી પર “ઉદાસીન” એવી આત્મદશાની ઉચ્ચ કક્ષાએ બિરાજમાન હોય છે, કે તેવો અપાયરૂપ દુ:ખભાવ તેમને પહોંચી શકતો નથી.
“સુખકી સહેલી હૈ, અકેલી ઉદાસીનતા,
અધ્યાત્મકી જનની, અકેલી ઉદાસીનતા.”—શ્રીમદ્ રાજચંદ્રજી “સુખ દુ:ખરૂપ કરમ ફલ જાણે,
નિશ્ચય એક આનંદે રે. –શ્રી આનંદધનજી આમ જે દષ્ટિ પ્રતિપાતી નથી, આવ્યા પછી પડતી નથી, અપ્રતિપાતી જ રહે છે, તે તે અપાયરહિત, હાનિ-બાધારહિત, દુઃખરહિત જ હોય, એમાં કંઈ પ્રશ્ન જ રહેતા નથી, એમ સાબીત થયું. આ આકૃતિ ઉપરથી સમજાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org