________________
ધગદષ્ટિસણુ થયા પ્રકાશ ઇષ્ટ પદાર્થનું દર્શન કરાવવા સમર્થ થતા નથી, તેમ આ દષ્ટિને બોધ તત્વથી
પરમાર્થથી ઈષ્ટ પદાર્થનું દર્શન કરાવી શકતું નથી. કારણ કે-(૧) જેમ તૃણ અનિ તૃણ અગ્નિનો પ્રકાશ પદાર્થની કંઈક બરાબર સૂઝ પડે તેટલો લાંબે સમ મિત્રા વખત ટકતો નથી, તેમ આ દષ્ટિને બોધ પણ તેનો સમ્યક્ષ પ્રયોગ કરી
શકાય એટલે વખત સ્થિતિ કરતા નથી-ટકતો નથી. (૨) જેમ તૃણ અગ્નિનો પ્રકાશ અ૫–મંદ વીર્યવાળો અત્યંત ઝાંખો હોય છે, તેમ આ દષ્ટિને બંધ મંદ વીર્યવાળો-અપ સામર્થ્યવાળો હોય છે. (૩) જેમ તૃણ અગ્નિને પ્રકાશ ક્ષણવારમાં હતા-ન હતો થઈ જાય છે, અને તેથી તેની દઢ-પટુ સ્મૃતિને સંસ્કાર રહેતું નથી, તરત જ ભૂલાઈ જાય છે, તેમ અત્રે પણ બોધ એવો અપજીવી ને અલ્પવીય હોય છે કે–તેના દઢ સ્મૃતિ બીજરૂપ સંસ્કારનું રોપણ થવું ઘટતું નથી, તેની યાદરૂપ દઢ સંસ્કાર નીપજતું નથી. (૪) અને આમ સ્થિતિ ને વીર્યની મંદતાથી તથા પ્રકારે સ્મૃતિસંસ્કારના અભાવને લીધે, જેમ સર્વથા તૃગુ અગ્નિ પ્રકાશનો પ્રયોગ વિકલ-પાંગળો હોઈ તેનાથી કરીને કંઈ ખરું કાર્ય બનવું સંભવતું નથી; તેમ આ દષ્ટિમાં બંધનું એવું વિકલપણું– અપૂર્ણ પણું, પાંગળાપણું હોય છે કે, તેથી અત્રે ભાવથી વંદન આદિ કાર્યને પેગ બનતો નથી, કહ્યવંદનાદિ હોય છે.
૨. તારા દષ્ટિ
દર્શન તારા દષ્ટિ માં.....મનમોહન મેરે, ગોમય અગ્નિ સમાન.મન.” –શ્રી એ. સજ્જાય.
તારા નામની બીજી દષ્ટિમાં જે બંધ હોય છે, તેને છાણના અગ્નિકણ સાથે સર ખાવી શકાય છે, કારણ કે તૃણના અગ્નિ કરતાં છાણાના અગ્નિને પ્રકાશ કંઈક વધારે
હોય છે, તેમ મિત્રા કરતાં તારા પ્રષ્ટિને બોધ કંઈક વધારે હોય છે, ગમય અનિ પણ તેના સ્વરૂપમાં ભેદ ન હોવાથી તે લગભગ તેના જેવો જ હોય છે. સમ તારા કારણ કે-(૧) જેમ છાણાને અગ્નિપ્રકાશ ઝાઝો વખત ટકતો નથી
અને મંદ બળવાળો હોય છે, તેમ મિત્રા દષ્ટિની પેઠે અત્રે પણ બંધ તત્વથી ઝાઝી સ્થિતિવાળો હોતો નથી–લાંબો વખત ટકતો નથી, અને તેનું બળ-વીર્ય પણ મંદ હોય છે. (૨) અને તેથી કરીને જીવનમાં તે બેધના આચરણરૂપ પ્રાગ વેળાએ ૨મૃતિનું ૫ટુપણું-નિપુણ પણું હોતું નથી, દઢ સમરણ રહેતું નથી. (૩) અને તેની સ્મૃતિ ન હોય તે પ્રયોગ પણ વિકલ-પાંગળો-ખેડખાંપણવાળ હોય છે. (૪) અને તેથી કરીને તેવા પ્રકારે ભાવથી વંદન આદિ કર્તવ્યની સિદ્ધિ થતી નથી, દ્રવ્ય વંદનાદિ હોય છે. આમ અત્રે અંશભેદ સિવાય બધુંય મિત્રા દષ્ટિને મળતું આવે છે.
૩. બલા દષ્ટિ ત્રીજી દષ્ટિ બલા કહી છે, કાષ્ઠ અગ્નિ સમ બેધ.”—શ્રી ગઢ સક્ઝાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org