________________
યથાપ્રવૃત્તકરણઆદિ
(૪૭) પૂર્વાનુ પર્વ યથાપ્રવૃત્ત જેવો તેવો પ્રયત્ન કામ આવે નહિં. જેમ યુદ્ધમાં મજબૂત કિલ્લો સર કરવા માટે બળવાન શસ્ત્રોથી ભારી હલ્લો (Mass attack) કરવો પડે છે, તેમ ગ્રંથિરૂપ દુર્ભેદ્ય દુર્ગને જીતવા માટે અપૂર્વ આત્મપુરુષાર્થરૂપ ભાવ-વજને જોરદાર હલ્લો લઈ જવો જ જોઈએ, નહિં તે તેમાં નિષ્ફળતા જ મળે છે, અર્થાતુ ગ્રંથિ આગળથી પીછેહઠ”(Retreat) કરવી પડે છે.
ગ્રંથિ પહેલે ગુણસ્થાનકે છે, તેનું ભેદન કરી આગળ વધી ચેથા સુધી સંસારી છે પહોંચ્યા નથી. કોઈ જીવ નિર્જરા કરવાથી ઊંચા ભાવે આવતાં, પહેલામાંથી નીકનવા વિચાર કરી, ગ્રંથિભેદની નજીક આવે છે, ત્યાં આગળ ગાંઠનું એટલું બધું તેના ઉપર જોર થાય છે કે ગ્રંથિભેદ કરવામાં શિથિલ થઈ જઈ અટકી પડે છે અને એ પ્રમાણે મોળ થઈ પાછો વળે છે. આ પ્રમાણે ગ્રંથિભેદ નજીક અનંતીવાર આવી જીવ પાછો ફર્યો છે. કેઈ જીવ પ્રબલ પુરુષાર્થ કરી નિમિત્ત કારણો જેગ પામી કડી કરી ગ્રંથિભેદ કરી, આગળ વધી આવે છે, અને જ્યારે ગ્રંથિભેદ કરી આગળ વધ્યા કે ચોથામાં આવે છે, અને ચોથામાં આવ્યું કે વહેલે મોડે મોક્ષ થશે, એવી તે જીવને છાપ મળે છે.”
- શ્રીમદ રાજચંદ્ર પણ જીવ જ્યારે છેલ્લા પગલાવત્તમાં વર્તતો હોય છે, ને તેમાં પણ ભાવમલની અત્યંત ક્ષીણતા થાય છે, ત્યારે ભવ્ય જીવને છેલ્લું યથાપ્રવૃત્તકરણ પ્રાપ્ત થાય
છે, અને તે ગ્રંથિભેદની અત્યંત નિકટ આવે છે. એટલે પછી તેને અપૂર્વકરણ અપૂર્વ આત્મભાવનો ઉલ્લાસ થતાં, અપૂર્વ આત્મપુરુષાર્થની કુરણાથી અનિવૃત્તિકરણ અપૂર્વકરણને અનિવૃત્તિકરણની પ્રાપ્તિ થાય છે. અપૂર્વકરણ
એટલે અનાદિકાળમાં પૂર્વે કદી પણ પ્રાપ્ત થયો નથી એ અપૂર્વ આત્મપરિણામ, અને સમ્યકત્વની પ્રાપ્તિ કરાવ્યા વિના રહે નહિ-નિવર્સે નહિ, તે અનિવૃત્તિકરણ અપૂર્વકરણથી ગ્રંથિભેદ થાય છે, અને અનિવૃત્તિકરણથી સમ્યકત્વ થાય છે..
તેમાં જ્યાં સુધી ગ્રંથિ છે, ત્યાંસુધી યથાપ્રવૃત્તકરણ છે, ગ્રંથિ છેદતાં-ઉલંઘતાં અપૂર્વકરણ છે, અને ગ્રંથિભેદ કરીને જીવ સભ્યત્વને સન્મુખ થાય ત્યારે અનિવૃત્તિ. કરણ છે. (ગાથા–૨). આ ગ્રંથિ એટલે અત્યંત દુધ, ભેદવી ઘણી કઠણ એવી ગાંઠ. કર્કશ, ઘન, રૂઢ ને ગૂઢ એવી વાંસની ગાંઠ જેમ ભેદવી મુશ્કેલ હોય છે, તેમ જીવની આ ગાઢ રાગ-દ્વેષ પરિણામરૂપ ગાંઠ ભેદવી ઘણી દુકર છે. (ગાથા-૩). એટલા માટે જ તેને ભેદવા માટે જીવે અપૂર્વ આત્મપુરુષાર્થ કરવો આવશ્યક છે. આ સર્વ આ આકૃતિ ઉપરથી સમજાશે
આકૃતિ-૧ યથાપ્રવૃત્તિકરણ | | અનિવૃત્તિકરણ + સખ્યત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org