________________
(૪૮)
યોગદષ્ટિસમુચ્ચય અને આમ આ ગાંઠ ભેદાઈ ગયા પછી, આ જીવ ગાઢ રાગ-દ્વેષ પરિણામ છોડી
ઘે છે, તેના રાગાદિ મંદ પડી જાય છે, દુષ્ટ અનંતાનુબંધી કષાય ચેકડી સમ્યક્ત્વાદિ નષ્ટ થાય છે, દર્શનમોહ દૂર થાય છે અને સમ્યગદર્શન પ્રગટે છે.
કારણ કે થોડું પણ સુપરિશુદ્ધ એવું સમ્યજ્ઞાન સાચા અસંહનો હેતુ હોય છે. (ગાથા-૪).
સમ્યકત્વ પ્રાપ્ત થયા પછી, પોપમપૃથકત્વમાં એટલે કે ચારિત્રમોહનીય કર્મમાંથી બેથી નવ પોપમ સુધીની સ્થિતિ ક્ષય થયે, દેશવિરતિપણું-સાચું ભાવશ્રાવકપણું પ્રાપ્ત થાય છે. અને તે ચારિત્રમોહમાંથી સંખ્યાતા સાગરોપમ રિથતિ ક્ષય થયે, સર્વ વિરતિપણું-સાચું ભાવસાધુપણું, તથા ઉપશમશ્રેણી-ક્ષપકશ્રેણી અનુક્રમે પ્રાપ્ત થાય છે. (ગાથા-૫). ઈત્યાદિ અત્રે સંક્ષેપથી કહ્યું છે. વિશેષ જિજ્ઞાસુએ કર્મગ્રંથ આદિ સ્થળો જેવા.
આકૃતિ-૨ ગ્રંથિભેદ
પ્રથમ અપૂર્વકરણ
>
સમ્યકત્વ,
ક્ષપકશ્રેણી
બીજું અપૂર્વકરણ
2
કેવલજ્ઞાન.
આયકરણ
સમુદઘાત
–
શૈલેશીકરણ
> મેલ.
અત્રે એટલું લક્ષમાં રાખવા ગ્ય છે કે સમ્યકત્વ પ્રાપ્ત થયા પછી જીવ જે તીવ્ર સંવેગથી અપૂર્વ પુરુષાર્થધારા ચાલુ રાખે ને વધારે, તે ઉપરોક્ત ૫૫મ-સાગરપમાદિ જેટલી કર્મસ્થિતિ પણ શીઘ્ર ક્ષય કરી, ઝપાટાબંધ ભાવશ્રાવક, ભાવસાધુ આદિ દશાને પામે, અને ઉપશમ-ક્ષપકશ્રેણી પર આરૂઢ થઈ, અનુપમ કેવલજ્ઞાન પ્રગટાવી, યાવત તે જ ભાવે પણ મોક્ષ પામે. જે જીવના પુરુષાર્થમાં મંદતા હોય તો તે પ્રમાણે મોક્ષની પ્રાપ્તિમાં પણ ઢીલ થાય. એટલે મોક્ષની પ્રાપ્તિ જીવના પુરુષાર્થબલને આધીન છે. જલદી પુરુષાર્થ કુરાવે તે જલદી મોક્ષ પામે, માટે ભાવસ્થિતિ આદિ બેટા બહાના છોડી દઈ જીવે નિરંતર સત્ય પુરુષાર્થશીલ રહેવું જોઈએ એમ જ્ઞાની પુરુના ઉપદેશને આશય સમજાય છે.
કારણ કે આ એટલા માટે–
જ્યકરથી ઊર્વ–આગળમાં બીજે (યોગસંન્યાસ) ગ હોય ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org