________________
ઈઅછાયોગ
(૧૩)
અંતરંગ ઈચ્છાનું પ્રધાનપણું–મુખ્યપણું છે, તેનું નામ “ઈચ્છાગ' છે. તેવા ઈચ્છાયેગવાળે પુરુષ શાસ્ત્રવેત્તા અને સમ્યગજ્ઞાની હોય છે, પણ તેમ હોવા છતાં હજુ વિકથા વગેરે પ્રમાદને લીધે, તેને તે ધર્મવ્યાપાર વિકલ એટલે કે ખોડખાંપણવાળ–અસંપૂર્ણ છે. આમ ઈચ્છાયેગી પુરુષના મુખ્ય લક્ષણ આ છે:-(૧) ધર્મ કરવાની ઈચ્છા, (૨) કૃતાર્થશ્રુતજ્ઞાનીપણું, (૩) સમ્યગ્રાની પણું -સમ્યગૃષ્ટિપણું, (૪) છતાં પ્રમાદજન્ય વિકલપણું. ૧. ધર્મ કરવાની ઇચ્છા–પ્રથમ તો તે પુરુષ ધર્મકાર્ય કરવાની સાચેસાચી,
ખરેખરી, નિર્દભ, નિષ્કપટ, નિવ્યાજ અંતરંગ ઈચ્છાવાળો હે ધર્મ કરવાની જોઈએ. કારણકે જેમ સંસાર-વ્યવહારમાં પ્રથમ કેઇ પણ કૃત્ય કરવાની ઈચ્છા ઈચ્છા થાય છે, ને તે પછી જ તેમાં પ્રવૃત્તિ થાય છે, તેમ પરમાર્થમાં
પણ પ્રથમ તે ધર્મ કત્ય કરવાની સાચી અંતરંગ ઈછા ઉપજવી જોઇએ. તે ધર્મનું પહેલું પગથીયું છે. ધર્મ પ્રત્યેની એટલે કે મોક્ષસાધન પ્રત્યેની તેવી અંતરંગ ઈચ્છા, પરમ રુચિ, પરમ પ્રીતિ, ભક્તિભાવ, પ્રશસ્ત રાગ, સાચો “રંગ’ જયાં લગી ન હોય, ત્યાં લગી ધર્મક્રિયામાં સારો રસ ઉપજતો નથી, “છાર પર લિંપણ” જેવી નીરસ શુષ્ક ક્રિયા યંત્રવત જડપ થયા કરે છે, પણ તેમાં જોઈએ તેવી મજા આવતી નથી. અમૃતસરોવર ભર્યું હોય, પણ તેની ઓર મીઠાશ તે તૃષાતુરને જ આવે છે. ભજનની ખરી મીઠાશ સાચી ભૂખ લાગી હોય તેને જ આવે છે, માટે ધર્મની સાચી ઈચ્છા, તમન્ના, લગની લાગવી જોઈએ, એ સૌથી પ્રથમ જરૂરનું છે.
એટલે જે સાચા જોગીજન” છે, તેમનામાં તે તેવી સાચી ઈચ્છા હોવી જ જોઈએ, એ યોગની પ્રથમ ભૂમિકા છે. અને તે જોગીજનને ઇચ્છા પણ શી છે? “મૂળ શુદ્ધ તે આત્મપદ રૂપ શુદ્ધ ધર્મની–મોક્ષની પ્રાપ્તિ સિવાય બીજી ઈચ્છા તે મુમુક્ષુ આમાથી જોગીજનોને હોતી જ નથી. તેઓને તો એક આત્માર્થનું જ કામ હોય છે, બીજે મનરોગ હોતા નથી.
“ઈએ છે જે જોગીજન, અનંત સુખસ્વરૂપ મૂળ શુદ્ધ તે આત્મપદ, સગી જિનસ્વરૂપ.” કામ એક આત્માર્થનું, બીજો નહિં મનરેગ.”
ગ્ય થવાની તમારામાં ઈચ્છા
પરિચયો ! તમને હું ભલામણ કરું છું કે તમે ઉત્પન્ન કરો.”
તૃષાતુરને પાયાની મહેનત કરો, અતૃષાતુને તૃષાતર થવાની જિજ્ઞાસા પેદા કરજે.” ઇત્યાદિ,
---શ્રીમદ્ રાજચંદ્રજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org