________________
યોગદરિસમુચિય ગથી તેના ચારિત્રભાવમાં વિકલપણું–ખામી આવી જાય છે, અને તેથી જ તેને યોગ-ધર્મ. વ્યાપાર વિકલ-ખામીવાળો હાઈ, જ્ઞાનાચાર વગેરેના કાળ-વિનય વગેરે પ્રકારમાં અતિચાર-દોષથી તેની ખલના થાય છે. અત્રે પ્રમાદ એટલે આળસુપણું એ માત્ર સામાન્ય અર્થ નથી; પણ પ્રમાદ એટલે
જે કંઈ વડે કરીને જીવ પિતાની આત્મસ્વરૂપ સ્થિતિથીx પ્રમત્ત થાય, પ્રમાદના પ્રકાર ભ્રષ્ટ થાય, ચુત થાય, તે વિશાળ અર્થ છે, અને જીવને સ્વરૂપભ્રષ્ટ
કરનારા આ પ્રમાદના મુખ્ય પાંચ પ્રકાર છે: (૧) મદ, (૨) વિષય, (૩) કષાય, (૪) નિદ્રા, (૫) વિકથા, અથવા પ્રકારોતરે તેના આઠ ભેદ છેઃ (૧) અજ્ઞાન, (૨) સંશય, (૩) મિથ્યાજ્ઞાન, (૪) રાગ, (૫) શ્રેષ, (૬) મતિભ્રંશ, (૭) ધર્મમાં અનાદર, (૮) મન-વચન-કાયાના વેગનું દુપ્રણિધાન.
અને આ પ્રમાદને લીધે જ્ઞાનાચાર વગેરે પંચ આચારના સભ્યપાલનમાં ક્ષતિ થવાનો સંભવ છે છતાં, ઇચ્છાગી મુમુક્ષુને ઈચ્છાપ્રધાનપણું તે અવશ્ય છે જ, એટલે તે મોક્ષસાધક ધર્મકર્તવ્ય કરવાની સતત અંતરંગ ઈચ્છા ધરાવે જ છે, અને તે ઈચ્છા પ્રમાણે યેગ-ધર્મવ્યાપાર-ધર્મપ્રવૃત્તિ પણ કરે છે, તેને ધર્મ પુરુષાર્થ તો ચાલુ જ હોય છે. કારણ કે અન્ય સામાન્ય કટિના છ જેમ પ્રમાદી–આળસુ હોય છે, તેવા અર્થમાં તે જ્ઞાની પુરુષ પ્રમાદી દેતો નથી, તે કાંઈ પાદપ્રસારિકા કરીને આળસુ બેસી રહેતું નથી. તેવા સામાન્ય-પ્રાકૃતજન કરતાં તે તે અનંતગણે આગળ વધી ગયો હોય છે, કારણ કે તેના કષાય પાતળા પડી ગયા હોય છે, વિષયરસ-વિષયાસકિત મંદ પડી ગયા હોય છે, શગદ્વેષ આદિ પ્રમાદેદેષ મેળા પડી ગયા હોય છે, અને આત્મસ્વરૂપ જાણ્યા-સમજ્યા પછી તે જ્ઞાની સમ્યગદષ્ટિ પુરુષને પ્રયત્ન, પુરુષાર્થ, ઈછા પણ પ્રમાદ દૂર કરવા ભણી જ હોય છે.
પરંતુ ઉપર કહેલા કારણોને લીધે ઉપજતે પ્રમાદનો અંશ પણ જ્યાં લગી હોય, ત્યાં લગી તે “પ્રમાદી” જ-પ્રમત્ત જ કહેવાય છે. અને જેટલા જેટલા અંશે તેનો પ્રમાદદોષ દૂર થતું જાય છે, તેટલા તેટલા અંશે તેની આત્મસ્થિતિ–આત્મદશા વધતી જાય છે, તેને ઈચ્છાયોગ બળવત્તર બનતું જાય છે. આમ પ્રમાદની ઉત્તરોત્તર ન્યૂનતા (ઓછાશ) પ્રમાણે તે ઇચ્છાગી સમ્યગ્દષ્ટિ આત્મજ્ઞના ત્રણ વિભાગ પડે છે. (૧) અવિરતિ સમ્યગ્દષ્ટિ, (૨) દેશવિરતિ સમષ્ટિ (ભાવશ્રાવક), (૩) સર્વવિરતિ સમ્યગદષ્ટિ (ભાવસાધુ).
“શ્રદ્ધા જ્ઞાન લહ્યા છે તે પણ જે નવિ જાય પમાય રે, વય તરુ ઉપમ તે પામે, સંયમ ઠાણ જો ના'યે રે....
ગાયે ગાયે રે, ભલે વીર જગતગુરુ ગાય.” x “न प्रमादादनर्थोऽन्यो ज्ञानिनो स्वस्वरूपतः । સત મોદકતતtsધીતતો ચંધતતો ચા ”- શ્રી શંકરાચાર્ય કૃત વિવેકડામણિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org