________________
સામગ
(૩૧ ) તેથી સર્વજ્ઞવની, સિદ્ધિ સાંપડતાં ય;
પ્રાપ્તિ સિદ્ધિ પદ તણું, ત્યારે જ થઈ જાય ! ૭ અર્થ – સર્વથા શાસ્ત્ર દ્વારા જ તે સમ્યગુદર્શનાદિનું પરિજ્ઞાન થાય, તે સાક્ષાત્કારિ. પણને-પ્રત્યક્ષપણાનો વેગ થશે, અને તેમ છતાં તેને સર્વજ્ઞાપણાની સંસિદ્ધિને લીધે ત્યારે જ સિદ્ધિપદની પ્રાપ્તિ થઈ જશે! (આમ દોષ આવે છે).
વિવેચન હવે જે શાસ્ત્રથકી જ તે સિદ્ધિપદની પ્રાપ્તિના કારણવિશેનું સર્વથા જ્ઞાન થાય એમ માનવામાં આવે, તો શો વિરોધ આવે છે? તેનો અહીં ખુલાસો કર્યો છે –(૧) જે એમ થાય તે સર્વ ભાવનું પ્રત્યક્ષપણું થશે, (૨) એટલે ત્યારે જ સર્વજ્ઞપણું સાંપડશે, (૩) અને તેવી જ રીતે ત્યારે શ્રવણ થતાં જ મુક્તિ પણ મળશે !
(૧) જો શાસ્ત્રથી જ સમ્યગદર્શન વગેરેના સર્વ પ્રકારો જાણવામાં આવી જાય, તો પછી તે સર્વ ભાવનો સાક્ષાત્કાર થાય, તે સર્વ ભાવ પ્રત્યક્ષ દેખાય
(૨) એટલે પછી શ્રવણ કરતાં જ-સાંભળતાં વેંત જ તે શ્રોતા ગીને સર્વજ્ઞાપણું સાંપડી જાય! શાસ્ત્રથી જાણ્યું-સાંભળ્યું કે તરત કેવલજ્ઞાન ! બીજી બધી પંચાત ને માથાકુટ મટી જાય !
(૩) અને તેમ થાય તો ત્યારે જ-સાંભળતી વેળાએ જ તેને સિદ્ધિપદની પ્રાપ્તિ પણ થઈ જાય ! સાક્ષાત્ મોક્ષ મળી જાય! કારણ કે શાસ્ત્રથી જ અગિકેવલિપણાને પણ જાણવાનો પ્રસંગ બને છે. એટલે ઉક્ત ન્યાયે તેમ જાણતાં જ સિદ્ધિ થઈ જવી જોઈએ!
પણ તેમ બનતું દેખાતું નથી. અને આ બધું પ્રત્યક્ષ વિરુદ્ધ છે, અનિષ્ટ છે, દgઈષ્ટ બાધિત છે. કારણ કે (૧) શાસ્ત્ર દ્વારા તે સર્વભાવ સાક્ષા-પ્રત્યક્ષ એટલે આત્માનુભવ ગમ્ય પણે દેખાતા નથી, પક્ષપણે જ દેખાય છે. શ્રુતજ્ઞાન વિષય પરોક્ષ છે, પ્રત્યક્ષ નથી. (૨) આમ શાસ્ત્રથી પ્રત્યક્ષ જ્ઞાન થતું નથી, એટલે તે થકી સર્વજ્ઞાપણું પણ ઘટતું નથી. (૩) તેમ જ સિદ્ધિપદની પ્રાપ્તિ પણ થતી દેખાતી નથી.
માટે શાસ્ત્ર દ્વારા જ સમ્યગ્દર્શનાદિ ક્ષહેતુઓ સર્વથા-સર્વ પ્રકારે જાણી શકાય નહિં, એ સિદ્ધાત દઢ થયે. શાસ્ત્રાદિકના જ્ઞાનથી નવેડો નથી, પણ અનુભવજ્ઞાનથી નીવેડો છે.”
– શ્રીમદ્ રાજચંદ્રજી એ હશે, એમ પણ ભલે હે, એમાં અમને શી બાધા છે? એટલા માટે અત્રે કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org