________________
૪૩
વિતિહાસને પિતામહ ઈસ
શહેનશાહે ભગવાન બનીને હોરસ ભગવાનવાળા બાજ પક્ષીને તાજ ધારણ કર્યો. પુરોહિતેાએ આ શહેનશાહ ભગવાનના કપાળમાંથી નાગદેવતાને જન્મ પામતાં દેખાડો. ઈજીપ્તની ધરતી પર દેવતાઈપણના બે પ્રતિનિધિઓ આખી માનવ જાતથી ઊચ્ચ આલેખાયા. આ બેમાંને એક ભગવાન બનેલ શહેનશાહ હતો અને બીજો ભગવાનને કથાકાર બનેલે પુરહિત હતો.
ઈજીપ્તના જીવનવહીવટના આ જમાનામાં પુરોહીતને વર્ગ રાજન્યો અને શહેનશાહનો ટેકેદાર બની ચૂક્યો હતો. શહેનશાહ બનવાને અધિકાર જે વારસાગત બન્યા હતા તેવો જ વારસાગત અધિકાર પુરે હિતેઓ પ્રાપ્ત કર્યો હતો. આ પુરોહિતએ ભગવાન બનેલી શહેનશાહતની આસપાસ જાદુઓનું, મંત્રોનું અને યજ્ઞયાગનું એક મોટું ભાગવત લખી નાખ્યું. આ પુરોહિતેની જમાત તમામ કરવેરાઓ અને કામકાજમાંથી મુક્ત બની ગઈ. પુરોહીતના આ વર્ગો જાદુઓવાળી જુઠાણની ઘટમાળ રમ્યા કરી.
આ ધર્મનું સૌથી મોટું સિદ્ધાંતરૂપ અમરપણાનું ગોઠવાયું. અમરપણું પામવાના ખ્યાલને વધારે નક્કર સ્વરૂપ આપવા માટે પુરેહિતેઓ એવો સિદ્ધાંત રજુ કર્યો કે મરણ પામેલા શબમાંથી “ક” નામનો આત્મા ઊડી જતો હોય છે. પછી પક્ષીની જેમ સ્વર્ગમાં એ આત્મા ઉડ્યા કરતે અનેક વર્ષો પછી પાછો આવતો હોય છે. ત્યારે શબ જીવતું બની જતું હોય છે. એટલે મનુષ્યના મડાને સાચવી રાખવું જોઈએ. ઈજીપની અંદર મડાંઓને સાચવી રાખવાની તથા તેનું મમી બનાવવાની ક્રિયા એ રીતે વિકાસ પામી. એટલે ઈજીપ્તની અંદર મડાઓને દફનાવવાનો રિવાજ શરૂ થયો. શ્રીમતિએ રાજાઓ અને પુરોહિતેઓ પોતાની કબરોને મેટી બનાવવા માંડી. શહેનશાહની કબર પથ્થરના મેટા મહાલયે જેવી પિરામીડે બની. શહેનશાહની આ કબરના અનેક ખંડમાં શહેનશાહનું ભમી જીવતું બની જાય ત્યારે તેની સેવામાં તરત જ કામ આવે તે માટે અનેક ભેગવિલાસનાં સાધને, સિંહાસન, પલંગે, રસોઈયાઓ અને ગુલામ બનેલાં યુવાન યુવતિઓને જીવતાં જકડી લેવામાં, આવ્યાં. પુરોહિતેઓ જલ્દી જીવતાં બનવા માટે અને સ્વર્ગમાં ફરતા શરીર વિનાના “ક” માટે અથવા જીવ માટે, સુખ અને આનંદનાં સાધને ત્યાં પામવા માટે અનેક ધર્મની ક્રિયાઓવાળા લાગાઓની ઘટમાળ રચી દીધી.
ઈજીપ્તના ધર્મની આ મોટી ઘટનામાં વિલાસી બનેલા પુરોહિતેની જમાતને બધું ખવડાવવાનું ને દાન દેવાનું હતું. માનવસમુદાયમાં આ વર્ગને માટે પવિત્ર હેવાને બધે ઈજારો વારસાગત નક્કી થઈ ગયેલું હતું. દેવદેવતાઓ આ પુહિતેના વર્ગની મારફત જ ધૂણું ધૂણીને અને ધૂયા સિવાય