________________
વિશ્વઈતિહાસને પિતામહ ઈજીપ્ત આવવા લાગ્યા. ગુલામેની વધતી જતી સંખ્યાને લીધે શહેનશાહ રામે સીસ ત્રીજાએ દેવળોના ધર્મગુરુને એક લાખ અને તેરહજાર ગુલામે ભેટ તરીકે આપી દીધાં.
ઇજીપ્તની ધરતી પર ઉભરાઈ જતા ગુલામ માનના સમુદાયમાંથી અસંતેષને અવાજે ક્યારના ય શરૂ થઈ ગયા હતા. ગુલામોની અંદર હડતાલ પડવાના બનાવ ચાલુ થયા હતા. તથા એક ગ્રીક ઈતિહાસકારના લખવા પ્રમાણે ઈજીપ્તની અંદર ગુલામોએ એક મે બળવે કરીને આખા એક પ્રાંતનો કબજો લઈ લીધે હતો.
ઈજીપ્તના જીવનની હિલચાલનું સ્વરૂપ એક પછી બીજા રાજવંશમાં રાબેતા મુજબ ચાલ્યા જ કરતું. નાઇલ નદીના પટથી તે સમુદ્ર સુધીની એક મોટી નહેર ૧૮ મી શહેનશાહતના સમયમાં ખોદાઈ ગઈ હતી. મેટી ઈમારતો બાંધવા માટે મોટી શીલાઓ ચરબીથી ચીટકાઈ ગયેલી સપાટી પર ઘસડાયા કરતી હતી. આ બધી હીલચાલ કરતું શ્રમનું શરીર, યંત્રનું નહિ પણ મનુષ્યના હાથ અને પગનું હતું. સ્નાયુઓ સાંધા હતા એટલે યંત્રે ઓછાં હતાં. એક ફૂટ લાંબાં અને પચાસ ફુટ પહોળાં એવાં જહાજે નાઈલ નદીથી લાલ સમુદ્રમાં અને ભૂમધ્ય સુધી હંકારાતાં હતાં. જીવનની એવી જ હીલચાલ ઈજીપ્તની ધરતી પર ઘેડા અને ગધેડાઓ પર લદાયેલી વહ્યા કરતી હતી. આ હીલચાલમાં ઊંટ હજી આવી પહોંચ્યું ન હતું. આ હીલચાલ સાથે જોડાએલા દેદીપ્યમાન રસ્તાઓ ઉપર ચંદનની પાલખીઓમાં બેસીને ગુલામેની ગરદન પર સુખીઓ ખૂલતાં હતાં. જીવનની આ હીલચાલમાં ટપાલખાતું પણ કામ કરતું હતું. ગાઝાથી યુક્રેટીસ સુધી એક મેટ ઘેરી રસ્તો હતો. આ ઉપરાંત જીતને પોષણ પાતી નાઈલમૈયા એક મોટો ધોરી માર્ગ બની હતી. ઈજીપ્તની સંસ્કૃતિનું ધર્મરૂપ
ઈજીપ્તના જીવતરમાં ઉપરથી નીચે સુધી ધર્મનું રૂપ વણાઈ ચૂક્યું હતું. ઈજીપ્તનાં દેવદેવીઓને જ્યાં સુધી આપણે સમજીએ નહી ત્યાં સુધી તેની જીવનધટનાને પાયે પણ સમજી ન શકાય. જે તે દેવદેવીઓની વસ્તી ગણત્રી કરવામાં આવે તે તેની સંખ્યા ભારત દેશનાં આજની તારીખે જીવતાં રહેલાં દેવદેવીઓથી ઓછી નહીં એવી હજારેની થાય.
એ ધર્મરૂપ કહે છે કે આરંભમાં આકાશ હતું અને આકાશથી નીચે ઈજીપ્તની ધરતી પર નાઈલ માતા રહેતી હતી. આ આકાશ ભગવાનનું નામ