________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા ઇજીપ્તનું ઊદ્યોગ રૂપ
જમીન પરના આ માનવસમૂદાયના શ્રમમાંથી નિપજેલી દેલતના વધારામાંથી નિપજતા અતિરિક મૂલ્યમાં, ઈજીપ્તને ઉદ્યોગ અને વ્યાપાર વિસવા માંડ્યો હતે. ઈજીપ્ત પાસે ખનિજ પદાર્થો હતા નહિ એટલે તેણે તેની શોધ અરેબીયા તથા નુબિયામાં શરૂ કરી હતી તથા ત્યાંની તાંબાની ખાણને ઈજારે પોતાને હસ્તક ધારણ કર્યો હતે. નુબિયાના પૂર્વ કિનારે જડેલી સેનાની ખાણો પર પણ ઇજીપ્તને અધિકાર હતા. આ ખાણમાં ઈજીશીયન ખાણુઆઓ વડે ખેદાતી સેનાની માટી તેમના બાળકે બહાર ભરી લાવતાં હતાં ઘરડાં સ્ત્રી પુને માટે આ માટીને ધોયા કરવાને શ્રમ કરવાનું ફરજીઆત હતું. આ સોનાની ખાણમાં કામ કરવા આખાં કુટુંબને મોકલવામાં આવતાં. આ દુઃખી માને વસ્ત્રહીન હતાં તથા ખોદવાનું કામ કર્યે જતાં હતાં. આ જીવલેણ મજૂરીમાં અપંગ બનતાં અને માંદા પડતાં અને ઘરડાં બનતાં મનુષ્ય પર પણ ફટકાઓ વરસ્યા કરતા હતા અને આ કાળી મજૂરીમાંથી મેત જ તેમને મુક્તિ અપાવતું.
આવા ઉદ્યોગનું રૂ૫ ઈજીપ્તમાં આરંભની શહેનશાહતના સમયમાં બ્રોન્ઝ ધાતુનાં અનેક હથિયારો અને સાધનો બનાવવાનું હતું. આ સાધનામાં મોટાં પડાઓ, રેલવે, પુલીઓ, લેગ્સ, , અને કરવતીઓ વગેરે હતાં. ઈજીપ્તનાં કામદારે ચમકતી ઈટો અને સીમેન્ટ પણ બનાવતાં, માટીના વાસણોને પેલીશ કરતાં હતાં તથા કાચ અને રંગે બનાવતાં હતાં. લાકડાના કોતરકામમાં તેમની કારીગરી અજોડ હતી. હોડીઓ, ખુરશીઓ પલંગે, રથના ડબ્બાઓ અને માણસને ભરી જવાનું મન થાય તેવી દેદીપ્યમાન મડાપેટીઓ તેઓ બનાવતાં હતાં. પ્રાણિઓના ચામડામાંથી તેઓ પાથરણું, કપડાં અને ઢાલ બનાવતાં હતાં. આ કારીગરના હાથમાં વાંકા વળેલાં ચંપુ હંમેશા માલમ પડતા હતા. આ કારિગરે દોરડાંઓ અને સાદડીઓ વણતાં હતાં, તથા કાગળ બનાવતાં. તેમને રસાયણ ઉદ્યોગનું પણ જ્ઞાન હતું, આ કારીગરેએ વણેલું ચારહજાર વષો પર લીનન નામનું કાપડ એવું તે બારીક હતું કે તેના તાણાવાણાને જેવા સૂક્ષ્મદર્શકમાંથી જેવું પડે. હજારો વર્ષ પહેલાંની ઈજીપ્તની શાળામાંથી નિપજતું કાપડ આજની યંત્રશાળા કરતાં વધારે ચઢિયાતું માલુમ પડ્યું છે.
આ કારીગરોના સમુદાયના બે વિભાગ હતા. એક આઝાદ કારીગરે અને બીજા ગુલામ કારીગરે-આઝાદ કારીગરના દીકરાઓ બાપદાદાને ધંધે ચાલુ રાખતા. પછી શહેનશાહતનું ઈજીપ્તનું સામ્રાજ્ય જેમ જેમ વિકાસ પામતું ગયું તેમ તેમ યુદ્ધમાં પકડાયેલા કેદીઓના મોટા સમુદાયે ગુલામ બનીને ઇજીપ્તમાં