________________
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
વિરાટ સંસ્કૃતિનાં પિરામીડા નામનાં જંગી સ્મારકાની વચ્ચે પ્રાચીન જગતનું કલેવર અથવા પ્રાચીન ઇતિહાસના આ પિતામહ ગરીબ અને હતાશ બનેલા થાકયો પાકથો ઊભા હતા. મિની વિશ્વસ'સ્કૃતિના આ પિતામહ, ઇજીપ્તના લાકસમુદાય શ્રમમાનવાને જનવિરાટ હતા.
ઈજીપ્તનાં મૃત્યુઘ
હ
લોર્ડ કાર્નારવાન ઈજીપ્તના પિરામીડને શેાધતા પાંચપાંચ વર્ષથી પેાતાની પુત્રી સાથે રેતીના ઢગલા દુર કરતા ઈ. સ. ૧૯૨૨ માં જ્યારે નિરાશ બનીને પાછા ફરવાના વિચાર કરતા હતા ત્યારે અચાનક એક પ્રવેશદ્વાર એને હાથ લાગી ગયું. પ્રાચીન ઈતિહાસની પગદડી પર યુરોપના આ શોધકેા શ્વાસથ ભાવીને ધરતી નીચે ઉતરવા માંડ્યા. ઉતર્યો પછી ભોંયતળીએ એક બંધ કમાડ એમને દેખાયું. કારે ધ્રૂજતા હાથે એમાં એક કાણું પાડવું અને વીજળીક બત્તી મારફત એણે અંદર જોયું.
વિજળીનાં કિરણથી એક મોટા વિશાળ ખ’ડમાં પ્રાણીએ અને પ્રતિમા દેખાઇ. પ્રતિમાઓના આકારથી દરેક ખૂણા ઉભરાઈ જતા હતા. સૌએ એક પછી એકે જોવા માંડ્યું. અર્દ્વાચીન આંખા સામે અદ્ભુત એવા પ્રાચીન દેખાવ દેખાયા. ત્રણ હજાર વર્ષના ઇતિહાસને ભંડાર તાજગી, અને સૌથી ઉભરાતા દેખાયા. આ મૃત્યુધર જેવી ઇમારતમાં એક મોટા દેવાલયના ખંડ હતા. ત્યાર પછી ખીજું દેવળ આવતું હતું. ત્યારપછી સેક્રાફેગસ અથવા કબરખંડ હતા. આ સેક્રોફેગસમાં ત્રણ મોટી મડાપેટીઓ હતી. છેલ્લી મડાપેટી જે બિલકુલ સાનાની હતી. તેમાં શહેનશાહનું મમી શયન કરતું હતું. આ શહેનશાહની હાજરીમાં પેલા શાધકા ત્રીસ સૈકાઓ વટાવીને શ્વાસ થંભાવતા ઊભા. આ મૃત્યુધરતું વર્ણન કરતાં અને સિના પ્રાચીન વૈભવના સાક્ષીરૂપ બનીને અનેક પદાર્થોની ગણના કરતા તથા આ કબરઘરમાં પ્રાચીન ભવના પ્રકાશ પાડતા સૌનું મૂલ્ય આંકતાં એક આખું પુસ્તક લખવું પડે. આ શેાધકાએ પ્રાચીન ઇજીપ્તના જીવન પર શોધખોળ શરૂ કરી. આ મૃત્યુધરમાં સુતેલા અને ઈ. સ. પૂ. ૧૩૫૦માં મરણ પામેલા આખેટીન નામને આ એક જુવાન ફારાહ હતા. આ અને આવી બીજી શાધેાએ ઇજીપ્તની સંસ્કૃતિના ઇતિહાસને જગત સામે ખુલ્લે કરી દીધે.
ઇજીપ્તનું લાકજીવતર
ઈજીપ્તની સંસ્કૃતિને અહેાભાવપૂર્વક અવલોકવા પછી, તેમના મહાલયા દેવાલયેા અને પિરામીડેાને શ્વાસ થંભાવીને જોયા પછી એ સૌને નિપજાવતા