________________
છપ્પન દિગ્ગ કુમારિકાઓનું આગમન અને તેમણે
કરેલો જન્મોત્સવ આ દિગ કુમારિકાઓએ સંવર્ત વાયુથી કચરો દૂર કર્યો :
તે સમયે દિકુમારિકાઓએ આવી ભગવાનના જન્મને મહત્સવ શરૂ કર્યો. અધે લોમાંથી આઠ દિકુમારિકાઓ ભગવાનના સૂતિકાગ્રહ પાસે આવી તીર્થંકરની માતાને ત્રણવાર પ્રદક્ષિણા કરી, વંદન કરી કહેવા લાગી, “હે માતા, અમે આપને પ્રણામ કરીએ છીએ. અમે અલકને વિષે રહેનારી આઠ દિગૂ કુમારિકાએ છીએ. તીર્થકરના જન્મને અવધિજ્ઞાનથી જાણી, તેમના પ્રભાવથી તેમને જન્મ મહિમા કરવા માટે અત્રે આવ્યા છીએ. તેથી તમે અમારાથી જરાપણ ભય પામશે નહિ.' એમ કહી ઈશાન ભાગમાં જઈ તે દિ કુમારિકાઓએ ત્યાં પૂર્વ દિશા તરફ મુખવાળું અને એક હજાર થાંભલાવાળું સૂતિકાગ્રહ રચ્યું પછી સંવર્ત નામના વાયુથી સૂતિકાગ્રહની ચતરફ એક જિન સુધી કાંકરા અને કાંટા દૂર કરી, સંવત વાયુથી સંકરી ભગવાનને પ્રણામ કરી, ગીત ગાતી ગાતી તેમની નજીક ઉભી રહી. આઠે સુગધી જળની વૃષ્ટિ કરી ?
તેવી જ રીતે આસનના કંપવા વડે પ્રભુનો જન્મ જાણું મેરૂ પર્વત પર રહેનારી આઠ ઊર્વ લેકવાસી દિગકુમારિકાઓ
૧. અધે લેકમાંથી ભોગકરી, ભોગવતી, સુભગા, ભોગમાલિની, સુવત્સા, વત્સમિત્રા, પુષ્પમાલા અને અનિંદિતા નામની આ કિગ કુમારિકાઓ આવી હતી. સુવત્સા અને વત્સમિત્રને બદલે કેટલેક ઠેકાણે તોયધારા અને વિચિત્રા આવી હતી એમ જણાવવામાં આવ્યું છે.
૨. ઉર્વ લેકમાંથી મેઘરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, તોયધારા, વિચિત્રા, વારિણા અને બલાહિકા નામની મેર પર્વત પર રહેનારી આ દિગ્યુમારિકાઓ આવી હતી.