________________
૧૨
ક્ષીર નિધિ (ક્ષીર સમુદ્ર) દીઠા. બારમે સ્વપ્ને પૃથ્વના સ્નેહથી આવ્યું ઢાય, તેવું કાંતિવાળું વિમાન ઢીઠું'. તેમે સ્વપ્ને જાણે કાઇ કારણથી તારાઓના સમૂહ એકત્ર થયા ઢાય તેવા અને એકત્ર થયેલી નિળ ક્રાન્તિના સમૃહ ર` જ દી। ચૌદમે સ્વપ્ને શૈલેાક્યમાં રહેલા તેજસ્વી પદાર્થોનું પિંડી ભૂત થયેલું તેજ ઢાય તેવા પ્રકાશમાન નિમ અગ્નિ મુખમાં પ્રવેશ કરતા દીઠો.
આવી રીતે ચૌદ સ્વપ્ના જોઇ મરૂદેવી માતા જાગ્રત થયાં અને તેમણે સર્વ વૃત્તાંત નાભિ રાજાને કહી સભળાવ્યા. નાભિ રાજાએ સ્વપ્નનો વિચાર કરી કહ્યું, “તમને ઉત્તમ કુલકર પુત્ર થશે". કારણ કે તે સમયે નાભિકુલકર આગળ મોટામાં મેરુ સ્થાન મનુષ્ય લેાકમાં કુલકર હતું. તે વખતે ઇન્દ્રના આસને! કપાયમાન થયા એટલે તેમને ઉપયાગ દેતા ભગવાનના ચ્યવનની ખબર પડી અને તત્કાળ સવ એકઠા થઈ ભગવાનની માતાને સ્વપ્નના અર્થ કહેવા માટે ત્યાં આવ્યા. પછી બે હાથ જોડી વિનયપૂર્વક સ્વપ્નના અર્થ કહેલા લાગ્યા.
ઇન્દ્રે કહેલા સ્વપ્નના અર્થ:
“ હું સ્વામિનિ ! તમે પહેલા સ્વપ્ને વૃષભ જોયા તેથી તમારા પુત્ર મેહરૂપી કાઢવમાં ખૂંચી ગયેલા ધર્મરૂપી રથના ઉદ્દાર કરવામાં સમર્થ થશે; હસ્તિના દર્શનથી તમારા પુત્ર ધણા બળના એક સ્થાનરૂપ થશે. સિંહના દર્શનથી પુરુષામાં સિહુ જેવા પરાક્રમ વાળા થશે. લક્ષ્મીદેવોના દર્શનથી તમારા પુત્ર બૈલેાક્યની સામ્રાજ્ય લક્ષ્મીના પ્રભુ થશે. પુષ્પમાળા જોઈ તેથી તમારા પુત્રની આજ્ઞા માળાની પેઠે આખું જગત મસ્તક પર વહન કરશે, ચંદ્ર દીઠા તેથી મનેાહર અને નેત્રને આનંદ આપનાર થશે.સુ દીઠે તેથી તમારા પુત્ર માહરૂપી અંધકારના નાશ કરી જગતમાં ઉદ્યોત કરતાર થશે.