________________
( ૧૦ ) લાભ છે, જેનું દર્શન આપણે આગળ ઉપર કરશું અને થયું છે પણ એમજ એ વાંચનાર આપને મુખા સ્પષ્ટ થશે.
સં. ૧૯૪૩ માં ભાઈ પુરૂષોત્તમનું ચિત્ત ખરેખર વ્યગ્ર થયું અને કુ વંદુ વાયત આ એક જ સ્થાને બેસી બુદ્ધિને કુઠીત કરવી ઠીક ન લાગવાથી કાઠીયાવાડની મુસાફરી કરી જુદા જુદા વ્યવહારનું અવલોકન કરવું, સારા સારા લેકોના સમગામમાં આવવું, ભિન્ન ભિન્ન પ્રકૃતિ રૂચિના મનુષ્યના સ્વ ભાવને અભ્યાસ કરવો. સારી વખણાતી પ્રતિષ્ઠિત વસ્તુઓનું અવલોકન કરવું, અને પર્યટણથી થતા લાભોને સમ્પાદન કરવાં.–
देशाटन पंडितमित्रताच, वारांगना राजसमा प्रवेश, अनेक शास्त्राणि विलोक्यतानि । चातुर्यमूलानि भवंतिपंचः
એ સિદ્ધાંતને સ્વશરિરે અનુભવ લેવાનો નિશ્ચય કરી તે પ્રમાણે સંવત ૧૯૪૩ થી સંવત ૧૯૪૫ સુધીનાં બે વર્ષને નિર્ગમન કરી જૂદા જૂદા પ્રકા રને લાભ મેળવે. એટલું જ નહિ પણ આ વર્ષમાં યાવત્ યાદ રહે તેવી રિથતિનો અનુભવ પણ ભાઈ પુરૂષોતમના આ શરિર વડે લેવાય છે કારણ કે પર્યટણ કરતાં લાઠી પાસે આવેલા દામનગરથી લાઠી જતાં રસ્તામાં “દાદાની વાવ” ના નામથી ઓળખાતી વાવ તરફનો રસ્તો લુંટારાઓના મુખ્ય સ્થાન તરીકે પ્રસિદ્ધ હતા. આ રસ્તા ઉપર આશરે દીવસને અંતે અને રાત્રીના પૂવે પસાર થતાં તે સમયે પ્રારબ્ધ એગે જે બીક મનમાં હતી, તે પ્રત્યક્ષ અનુભવવાનો સમય આવ્યે, લુંટારાઓનું સન્મુખ દર્શન થયું. આ વખતે ભાઈ પુરૂષોતમ અને તેમની સાથે તેમને એક રઈ કરનાર માણસ શિવાય અન્ય કોઈ જેમ નહતું તેમ અણ્યમાં અત્યારે કણજ હોય ? સહાય કોણ કરે? રસોયાના જોવામાં આ લોકે દૂરથી આવ્યા રસો અને ભાઈ પુરૂષોતમ એક બીજાની ઘોડે અંતરે દૂરથી ચાલ્યા જતા હતા. અને તે વખતે રચાયે ભાઇ પુરૂષેતમને સહેજ હાથનો ઈશારે કર્યો કે ચેતા પ્રશ્નને પ્રત્યક્ષ થયા છે, પરંતુ સમજે કોણ. ભાઈપુરૂષેતમ તે પિતાના ધ્યાનમાં મગ્ન હતા. રસોયાયે બીકથી ચાલતી પકડી અને ક્ષણ માત્રામાં ગામની આસપાસ પહોંચી જવા આવે. પરંતું તે દરમીયાન લૂંટારાઓએ આપણા નાયકને ઘેયા, સર્વસ્વ વ્યાગ્ર કરવા આજ્ઞા કરી વસ્તુ માગનું હરણ કર્યું પરંતું આટલેથી સંતોષ નહીં પકડતાં ભાઈ પરૂતમને ચારે કેરથી મજબુત બાંધી ખેતરમાં પધરાવ્યા. અને તેઓએ લૂટેલી વસ્તુઓ સહીત રસ્તો લીધે, આ સ્થળે મનની સ્થિરતા જન્મ કુંડ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com