________________
( ૮ )
અવિચ્છિન્ન અભ્યાસ કયા પછી હવે ધારણાસર અભ્યાસ કરવાનો હાવાથી તથા આગળ વિશેષ વિદ્યા સમ્પાદન કરવાની હાઇને ગામડી નિશાળેામાં તે શિક્ષણ મળી શકે નહિ માટે હવે સરકારી નિશાળમાં પ્રવેશ કરવાનું ધાર્યું. અને તેવી
નિશાળમાં દાખલ થયા.
ગીગાભાઈ અદ્યાપિ પર્યંત શાપૂરમાંજ રહેતા હતા, સ’. ૧૯૩૩ ની સારી સાલ નિરવિઘ્ને પરિપૂર્ણ કરી પણ સંવત ૧૯૩૪નું વર્ષ કાણુ જાણે કયા કાળ રૂપી જન્મ પામ્યું. અને ત્યાર બાદ તદ્રુત્તર સ. ૧૯૩૫ ની માટે પણ તેટલીજ ભયંકર પીડાકારક દુઃખદાયક અને અન્નની હાડમારીથી લાકમાં ત્રાહી હી ત્રાસ વિત રહ્યો હતા. તે કાલ હવે ગીગાભાઇને શાપુરમાં નિર્ગમન થાય તેમ નહેાતે કારણકે શાપુરની વસ્તીના ભાગ્યમાં અત્યારે અન્ન વસ્ત્ર કાંઇ હતુંજ નહીં. ત્યાં પછી વેપારીને ત્યાં ખરીદી કયાંથીજ થાય. જ્યા વેપારચાલે નહિ ત્યાં ગુજરાનનું સાધન શું વિગેરે અનિવાય અને દુઃસહ કારણેાવશાત્ ગીગાભાઇને શાપુર છોડવું પડયું. અને તેને અન્તે ભાવનગર આવી નિવાસ કર્યો. અને પૂર્વવત્ ચારે ભાઇઓએ ભેગા મળી અનાજની દુકાન ઉઘાડી.
ગીગાભાઇને ત્યાં પ્રથમ પુત્રના જન્મ પછી ૧૯૨૮ માં સાંકળી વ્હેન જનમ્યા હતાં અને ત્યારપછી અનુક્રમે મણિ અને હરકેાર, પુત્રમાં ભાઈ પુરૂષોત્તમ વીના બીજા ત્રણ પુત્રો જનમેલાં પરંતુ ક્ષણિક આયુષ્યને કારણે આ આંગણમાંથી આપણા ખળવાન નાયકવિના સભાઈએ દેહ મુક્ત થયા હતા. સવત ૧૯૩૪-૩૫ ના સુકા અને લીલા દુષ્કાળથી પાર ઉતરી ધીરે ધીરે વિદ્યા અભ્યાસ અને પીતાની છત્ર છાયામાં છેવટે સ. ૧૯૪૦ સુધીના માત્ર ટુંકા અભ્યાસના લાભ લઈ પાંચમુ ધેારણુ ખતમ કરી નિશાળનેાત્યાગ કર્યા. જેમ વિદ્યાભ્યાસના શ્રમની કાયરતા તેમજ પીતાના મનમાં પણ ઉપયોગ પુરતું ભણતાં આવડયું. હવે વધારે શી જરૂર છે, એમ શાંતી રાખી અભ્યાસને ત્યાગ કરાવ્યેા. પોતાના ધંધામાં પ્રવિણતા મેલવવા અને એજ પ્રકારનું મહત્ શિક્ષણ આપવા તરફ ગીગાભાઈનું મન દેરાયું. ધંધામાં પ્રવેશ કરાવ્યા. મુરબ્બી ગીગાભાઇના ધધેા એજ હતા એટલે અનાજ વેચવાના વેપાર કરવામાં તેએ કુશળ, સૂક્ષ્મ નિરિક્ષક અને હિમ્મતવાન હોવા છતાં પોતાના આત્મબળ પુરતાજ વ્યાપાર કરનારા હતા, દાણા તાળવા-રાખ ઉડે–ધુળ ઉડે-ગ્રાહકમાં ઉઘરાણીમાં રખડવું-ત્રાજવાંતેલા ઉપાડવાં, ઉઘરાણીના ગ્રાહકોની નારાજીના અપમાન વાચક શબ્દો સાંભળવાં, ગંદા કપડાં, ઇત્યાદિ કારણેા ભાઇ પુરૂષોત્તમને મૂલથીજ અરૂચિ કરતાં અને તેથી દુકાનની કાર્ય વ્યવસ્થામાં જોઇએ તેવું ધ્યાન આપતા નહીં પરંતુ દુકાને જાય,
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat