________________
(૭) ઓનું સાતમું વર્ષ ઘણું પવિત્ર માને છે, આ વર્ષમાં બાળ મેવાળા ઉતરે. પગેલાગણ થાય, વેશવાળ થાય, લગ્ન થાય અને એ સર્વે ઉપરાંત સરસ્વતિની ઉપાસનાના આરંભ માટે આ વર્ષ ઘણુંજ ઉત્તમ ગણાય છે, એકડે એક કે, ક ખ ગ ઘ ને આર.• નિશાળે બેસવાનું મૂહુર્ત એ સઘળું સાતમા વર્ષમાં થતું હોઈને ભાઈ પુરૂષોત્તમે પણ આ વર્ષમાં પ્રવેશ કરેલ હોઈને હવે સરસ્વતિ ઉપાસનાનો પ્રાગ સાધ્ય કરવા યત્ન શીલ થવું જોઈએ. યાને નિશાળે બેસવું જોઈએ. એક્ત ગામડું ગામ, તેમાં વળી વણિક જ્ઞાતિ કે એવી બીજી ઉચ્ચ જ્ઞાતિની વસ્તિની ગેર હાજરી એટલે વિદ્યાલયની આશાજ કયાંથી રાખવી તેથી હવે ગીગાભાઈ વિચાર નિમગ્ન થયા કે, નિશાળ છે નહીં, ભણાવ્યા વગર કેમ ચાલે? વિગેરે વિચારે અંતે ભાઈ પુરૂષોત્તમના વડીલ કાકા આણંદજી નાગજી ભાવનગર હોવાથી ત્યાં મોકલવાને નિશ્ચય કર્યો, આણંજી સાથે પત્ર વ્યવહાર ચલાવી અને છેવટ ભાઈ પુરૂષોત્તમને ભાવનગર કલ્યા. જુના જમાનાના વીલેની માન્યતા હજુ કાંઈક અંશે એવી જોવામાં આવે છે કે, સરકારી નિશાળે બચ્ચાને મૂકતાં પ્રથમ ગામઠી નિશાળે મોકલવાં, તેનું કારણ એવું મનાય છે કે, સરકારી ધારા ધોરણથી અજ્ઞાતપણું, વળી શિક્ષકો ઉપર કોઈ જાતને અમલ ચાલી શકે નહીં, બરાબર શિખવે વા નહિ, તેપણું કાંઈ કહી શકાય નહિ. મરજી માફક સ્વતંત્રતા રહે નહીં, પુરી પરવાધિનતા, વળી ફી વિગેરેનાં આકરા ધોરણે ઈત્યાદિ કારણોને લઈ વૃદ્ધ વીલે ગામઠી અધ્યારૂનું નિશાળરૂપી ઘર પસંદ કરતા હતા અને તે પ્રમાણે કાકા આણંદજીએ પણ આપણા નાયકને ગામઠી નિશાળનું દર્શન કરાવ્યું, મહેતાજીને ભલામણ કીધી, આ નિશાળ તે કાંઈ ઘરથી દૂર જવું પડે તેવી નહોતી. પણ રહેણાકના ઘરની નીચેના ભાગમાંજ હોવાથી સર્વ રીતે સાનુકુળતા હતી. વળી વિશેષ વદ્ધ માસ્તરનું સ્વામિત્વ તે માસ્તર મહેતાજ બાપુ મહેતાના નામથી ઓળખાતા જેઓએ પૂર્વાશ્રમમાં મહારાજા તખ્તસિંહજીને શિક્ષણ આપવાનું કામ કરેલું હતું. આ માયાળુ મહેતાજીએ ધ્યાનપૂર્વક આપણા આ ચારિત્ર નાયક પુરૂત્તમભાઈને બીજા શિક્ષણ સંગે પાટી ઉપર ચિત્ર કાહાડવાનું કામ ઘણી ઉત્તમ રીતે શીખવેલું છે. જેઓ યથાશકિત અદ્યાપિ સુધી તે કામ કુશળતાથી કરી શકે છે, ભાઈ પુરૂત્તમની ગ્રહ શકિત બુદ્ધિની ચમત્કૃતિથી બાપુ મહેતા તેમના ઉપર ઘણું પ્રસન્ન રહેતા અને દરેક શિક્ષણ તેઓ તેમના પ્રફુલિત હૃદયથી આપતા હતા. નિશાળના અન્ય વિદ્યાર્થીઓ પણ વિદ્યાકુશળ વિદ્યાથીને માનની દષ્ટિથી હમેશાં જેમ જુએ છે તેમ આ સ્થાને પણ ભાઈ પુરૂષોત્તમ અન્ય વિદ્યાર્થીઓ સામે માન અને પ્રેમનું આકર્ષણ કરવા સમર્થ થયા હતા, ધોરણ પ્રમાણે પ્રારંભમાં કક્કા કેવડાની ઓળખાણ કરવા શિખવ્યું. આ નિશાળમાં ચાર વર્ષપર્યંત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com