________________
ફાર્બસજીવનચરિત્ર
એ માલકામના જીવનચરિત ઉપરનું વાર્દિક સમાપ્ત કરતાં ફાર્બસ
લખે છે કેઃ— "It is melancholy to think how little our late conduct in India has acorded with the wise principles of Sir John Malcolm......We cannot especially regard without anxiety the rapid growth, among both our military and civil officers, of a supercilious contempt for every thing which relates to the customs and feeling of India......It is seldom thata native now finds the ‘four doors open,' less often perhaps still that when he gains admittance he meets with either knowledge of or sympathy with himself, within.” Page 139.
પૂર્વોકત મુંબઈ ત્રૈમાસિક વાર્તિક પત્ર'ના સન ૧૮૫૮ ના જુલાઈથી સપ્ટેંબરવાળા અંક ૧૪ માં” આઉડ’ ( અયેાધ્યા ) એવા નામના મથાળા નીચે ફાર્બસે જે નિષ્પક્ષપાતથી રાનપ્રજાને હિતકારક ઉત્તમ વિચારા દર્શાવ્યા છે તેમાંના કિષ્ચિત સાર લઈ સ્થલસંકેાચને લીધે અત્રે આ વિષય સમાપ્તિ ઉપર લાવવે પડે છે.
૨૮
“જે રજપૂત રાજાઓનેા અને ઠાકુરાનેા, મુસલમીનથી કે મરાઠાથી કાઈ કાલે પણ પૂરેશ પરાભવ થઈ શક્યું નથી, તેવા રજપૂતાનું, ચિરકાલના અને વંશપરંપરાના સ્થાવર ગ્રાસ–વતન અથવા જાગીરા-ઉપરનું સ્વામિત્વ, અને સાધારણ ખેડુતાના પાતે સાંથેલી જમીન ઉપરના હક્ક, તેમાં આપણુ કશું અંતર ગણતા નથી ! એક દેશ ગમે તે પ્રકારે આપણને મળ્યા, એટલે તેમાં ખીજાના સ્વત્વ (હક્ક) વિષે આપણે ગમે તેમ અર્થ કહાડી આપણું ફાવતું કરિયે છિયે. * * * અયાખ્યાના નામના મુસલમાન રાજાને જિત્યેા. તેનું અર્ધ રાજ્ય ખેંચાવી લીધું અને અર્ધ પાછું આપ્યું. એમ કરીને, જે રજપૂત ભૂમીશ્વરા–વતનદારા-પૃથુરાજ ચાહાણુના સમયથી મુસલમીનાને અટકાવી રહ્યા હતા, અને જે રજપૂતાનું મુસલમીનેાથી નામ ન દેવાતું; તે રજપૂતાને, આપણા સૈન્યના બળની સહાયતાથી મુસલમીનાને સ્વાધીન કરિયે છિયે. આપણે લઈ લીધેલા ભાગમાં પણુ, શસ્ત્રઅસ્ત્રના સાધનથી નહિ તે, તેના જેવા જ પણ જરા શાન્ત ધારાના સાધનથી, આપણે પણ એ જ કામ કરિયે છિયે. તેથી પ્રાચીન કુટુંમેાને મૂલમાંથી નાશ થઈ ગયેા છે. ગુજરાતમાં ગાયકવાડે પણ આપણને ઘેાડી લાલચ આપી, આપણી પાસે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com