________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લંકા સાથે લગ્ન
૬૪૧ ગદાધારી હનુમાનજીના રૂપવાન શરીર પર તેની દૃષ્ટિ ફરી વળી. બળ, બુદ્ધિ અને વિદ્યા ઉપરાંત હનુમાનના મોહક વ્યક્તિત્વે લંકાસુંદરીને આકષ. એ જ વ્યક્તિ તરફ તે આકર્ષાઈ, જેણે થોડી ક્ષણો પૂર્વે એના પિતાનો વધ કર્યો હતો! પિતાનું મડદું હજુ મહેલના પ્રાંગણમાં પડ્યું હતું. પિતા તરફના સ્નેહથી પિતૃવધ કરનાર તરફ દ્વેષ જાગ્યો. પિતૃવધ કરનારના રૂપ-બળ તરફના આકર્ષણથી તેના તરફ રાગ થયો! જેના તરફ દ્વેષથી કટારી લઈ, કૂદી પડી હતી, તેના તરફ રાગથી નમી પડી! લજ્જાથી ઝૂકી પડી, તેના અંગે અંગે અનંગ વ્યાપી ગયો. અનંગના આવેશથી તેનું શરીર કંપવા લાગ્યું. “વીરપુરુષ, મને ક્ષમા કરેં.” તને અભય છે.” “મેં અવિચારી સાહસ કર્યું.'
અવિચારી નહીં પણ વિચારપૂર્વક.' કેવી રીતે?' “પોતાના પિતાના વધ કરનાર ઉપર ક્રોધ આવે તે સ્વાભાવિક છે. વધ કરનારનો વધ કરવાનું મન થાય તે પણ સ્વાભાવિક છે!'
મેં તમારું પરાક્રમ નહોતું વિચાર્યું.' પરાક્રમ વિચારવાથી ન સમજાય! સંગ્રામથી જ સમજાય.' પણ.” ‘તમે મારો વધ ન કરી શક્યાં તેનો અફસોસ થાય છે?'
ના.” “તો?” આનંદ થાય છે.' આનંદ” “હા જી! તમારો મારાથી વધ થઈ ગયો હોત તો મને પસ્તાવો થાત.' “ના, વધ કરી શક્યાં હોત તો હર્ષ થાત પણ વધ ન કરી શકવાથી, હવે આનંદ થાય છે!'
“સાચી વાત. પણ હવે મારી એક પ્રાર્થના છે.' “બોલો’
For Private And Personal Use Only