________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કંચનપુરના સ્વયંવરમાં તો વિનયપૂર્વક જ કરતા હતા, પરંતુ હૃદયમાં પ્રેમ ન હતો, સ્નેહ ન હતો.
વૈિતાઢચ પર્વત. કાંચનપુર નગર. વિદ્યાધરપતિ રાજી કનકરથને બે પુત્રી હતી. એકનું નામ મન્દાકિની, બીજાનું નામ ચન્દ્રમુખી.
બંને કન્યાઓ ગુણવતી અને રૂપવતી હતી. રાજા કનકરથે તેમને માટે સુયોગ્ય વરની તપાસ કરાવી, પરંતુ તેમને નિરાશા સાંપડી, એક દિવસ બંને પુત્રીઓને બોલાવીને રાજાએ કહ્યું :
બેટી તમારા બંને માટે હું કેટલો ચિંતાતુર છું તે તમે જાણો છો?' “પિતાજી અમારા માટે આપ શાને ચિંતાતુર?' મન્દાકિનીએ પૂછયું.
તમારા બંને માટે સુયોગ્ય રાજકુમારોની શોધ કરી રહ્યો છું, પરંતુ મળતા નથી. કોઈનામાં રૂપ છે, તો ગુણ નથી! કોઈનામાં ગુણ છે તો રૂપ નથી. કોઈનામાં રૂપ છે, ગુણ છે, તો પરાક્રમ નથી. કોઈ પરાક્રમી છે તો ખાનદાની નથી. હું તમને જોઉં છું. મેં કેટલી કાળજીથી તમને ઘડી છે? જેના તેના હાથમાં તમને સોંપી દેવાનું સાહસ ન કરી શકું.” વૃદ્ધ પિતાએ બંને પુત્રીના મસ્તકે વાત્સલ્યભર્યા હાથે પ્રસાર્યા. નેહ, ચિંતા અને વ્યથાના ભાવોથી રાજાની આંખો ભરાયેલી હતી. મન્દાકિનીએ આંખોના ભાવ વાંચી લીધા. તેના પિતૃભક્ત હૃદયને દુઃખ થયું.
બે ક્ષણ મન્દાકિનીએ વિચારી લીધું. કંઈક! તરત પિતાના હાથ પકડીને કહ્યું: “પિતાજી આપે જ અમને ભાગ્ય પર ભરોસો રાખવાનું નહોતું કહ્યું?' કહ્યું હતું! તો મને એક વિચાર આવે છે.' શ?'
આપ અમારા બંનેનો સ્વયંવર રચો, સ્વયંવરમાં ભૂચર-ખેચર સર્વે રાજાઓને નિમંત્રણ આપો. અમે જ ત્યાં વરી લઈશું! અમારા ભાગ્ય મુજબ અમને પતિ મળશે, આપ બીજી કોઈ ચિંતા ન કરો.”
મન્ટાકિનીની વાત ચન્દ્રમુખીને પણ ગમી ગઈ. રાજા કનકરથે મન્દાકિનીની
For Private And Personal Use Only