________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૩૦
જેન રામાયણ “વત્સ, હું સંસારવાસથી નિવૃત્ત થવા ચાહું છું માટે અયોધ્યાના રાજસિંહાસને હું તારો રાજ્યાભિષેક કરવા ચાહું છું.' શત્રુન શ્રી રામની વાત સાંભળીને, સ્તબ્ધ બની ગયા. વિચારમાં પડી ગયા.
શત્રુઘ્ન, શા વિચારમાં પડી ગયો? મહામંત્રીને બોલાવીને તારા રાજ્યાભિષેકની વાત કરું છું અને તારે મારી વાત સ્વીકારવી જોઈએ,” શ્રી રામે શત્રુઘ્ન સામે જોઈને કહ્યું. શત્રુઘ્નની આંખો આંસુભીની થઈ ગઈ હતી. તેણે નીચી દૃષ્ટિ રાખીને કહ્યું :
હે તાત, હું પણ આપણા ચરણોમાં જ રહીશ, આપની સાથે જ ચારિત્ર લઈશ. મને પણ આ સંસાર પ્રત્યે ઉદ્વેગ થયો છે.'
શ્રી રામ શત્રુઘ્નનો સામો પ્રસ્તાવ સાંભળી વિચારમાં પડી ગયા. “સાચી વાત છે શત્રુઘ્નની. ભરતે ચારિત્ર લીધું, લક્ષ્મણનું મૃત્યુ થયું, હું ચારિત્ર લઈશ, પછી શત્રુષ્ણને આ મહેલો સ્મશાન જેવા જ લાગે. એનું મન માને જ નહીં. વળી, એના આત્માના કલ્યાણ-માર્ગે હું શા માટે આડે આવું?” શ્રી રામ ખૂબ જ સહાનુભૂતિથી વિચારવા લાગ્યા.
વત્સ, તારો સંકલ્પ શ્રેષ્ઠ છે, પરંતુ રાજ્યસિંહાસનનો પણ વિચાર કરવો જોઈએ ને?'
હે તાત! રાજ્યસિંહાસને લવણના પુત્ર અનંગદેવનો અભિષેક કરવો જોઈએ. એ સુયોગ્ય રાજકુમાર છે. પ્રજાનો પ્રીતિપાત્ર છે. મને તો આપનાં ચરણોમાં જ ચારિત્રની આરાધના કરી લેવા દો.'
બંને ભાઈઓનો વાર્તાલાપ ચાલતો હતો ત્યાં બિભીષણ અને સુગ્રીવે પ્રવેશ કર્યો. શ્રી રામે બંનેને આવકાર આપ્યો. બંને રાજાઓ શ્રી રામની સામે ભૂમિ પર બેસી ગયા. રામના ચરણે પ્રણામ કર્યા.
આપને કુશળતા છે ને?” બિભીષણે શ્રી રામને કુશળતા પૂછી.
લંકાપતિ આ સંસારમાં ક્યાં કોઈની કુશળતા સ્થાયી છે? ક્ષણમાં સુખ ને ક્ષણમાં દુ:ખ, ક્ષણમાં આનંદ ને ક્ષણમાં વિષાદ, આ દ્વન્દ્રોમાં જ અથડાવાનું.
જ્યાં સુધી કર્મોનાં બંધન છે ત્યાં સુધી કુશળતા કેવી? માટે મેં ચારિત્રને માર્ગે જવાનો સંકલ્પ કર્યો છે.'
બિભીષણ અને સુગ્રીવ શ્રી રામની વાત સાંભળી સ્તબ્ધ બની ગયા. લક્ષ્મણજીના દેહનો અગ્નિસંસ્કાર થયા પછી તેઓ પ્રથમવાર શ્રી રામનાં દર્શન કરી રહ્યા હતા અને તેમણે શ્રી રામના ચારિત્ર સ્વીકારવાનો સંકલ્પ સાંભળ્યો. બંને રાજાઓ વિચારમાં પડી ગયા.
For Private And Personal Use Only