________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીરામ ત્યાગપંથે
૯૩૫ કે શ્રી રામ અને શત્રુઘ્ન, બિભીષણ, સુગ્રીવ, વિરાધ વગેરે નરેશ્વરોની સાથે ચારિત્ર માર્ગે જવાના છે.” નગરનું મહાજન તુરત જ શ્રી રામના ચરણે ઉપસ્થિત થયું. શ્રી રામે નગરના મહાજનને આવકાર્યું. નગરશ્રેષ્ઠીએ વિનયપૂર્વક મસ્તકે અંજલિ જોડી કહ્યું :
મહારાજા, અમે સાંભળ્યું છે કે આપ અને શ્રી શત્રુદન ચારિત્રને માર્ગે જવા ઉજમાળ બન્યા છો?
સત્ય છે શ્રેષ્ઠી! હવે એ જ એક શ્રેષ્ઠ પુરુષાર્થ બાકી રહ્યો છે. એ કરીને આ જીવન સફળ કરીએ. રાજસિંહાસને અનંગદેવનો અભિષેક કરવાનો છે.'
“પરંતુ પ્રજા પર કૃપા કરીને થોડો વિલંબ કરો. હજુ તો ગઈ કાલે જ પ્રજા એક મોટા દુ:ખમાંથી મુક્ત થઈ છે અને આજે ?'
“વિલંબ કેવી રીતે કરું? હવે એક ક્ષણ પણ સંસારવાસમાં ગમતું નથી. આત્માનો પ્રબળ પોકાર શરૂ થયો છે. આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાની તીવ્ર ઇચ્છા જાગી ગઈ છે. ત્યાગને માર્ગે જતાં અમને પ્રજાહૃદયનાં અભિનંદન આપો. સંયોગ-વિયોગ એ તો આ સંસારની સ્વાભાવિક સ્થિતિ છે. સંસારમાં પ્રિયજનના સંયોગ થાય છે, સ્નેહ બંધાય છે, રાગ થઈ જાય છે, એ સંયોગ કદાપિ ન તૂટે તેવી ઇચ્છાઓ કરાય છે. પરંતુ સંયોગ પર મનુષ્યનું આધિપત્ય નથી, મનુષ્યની ઇચ્છાનુસાર સંયોગ-વિયોગ થતા નથી, એની પાછળ સંચાલક તત્ત્વ છે કર્મ! જેણે સંયોગમાં સ્નેહ અને રાગ કર્યા તેને વિયોગમાં દુઃખ અનુભવવું પડે!'
શ્રીરામ નગરશ્રેષ્ઠીઓને પ્રત્યુત્તર આપી રહ્યા હતા. નગરશ્રેષ્ઠીઓ આજે પ્રથમ વાર જ શ્રીરામને મુખે વૈરાગ્યવાણી સાંભળી રહ્યા હતા. શ્રેષ્ઠીઓના હૃદયમાં અજવાળું પથરાયું. પરમપ્રિય શ્રીરામનાં વચનો ખૂબ પ્રિય લાગ્યાં.
લંકાપતિ બિભીષણ, વાનરેશ્વર સુગ્રીવ વગેરે અનેક રાજાઓ મારી સાથે ચારિત્રનો માર્ગ અંગીકાર કરશે.” પ્રભો! મારી એક નમ્ર વિનંતી છે.' શ્રાવક અર્હદાસે કહ્યું. કહો.' “ભગવંત મુનિસુવ્રતસ્વામીના શાસનની પરંપરામાં અત્યારે શ્રી “સુવ્રત' નામના મહામુનિ અયોધ્યાનાં ઉપનગરોમાં વિચરે છે. તેઓ મહાન સંયમી, વિશિષ્ટ જ્ઞાની અને અપૂર્વ કરુણાને ધરાવનારા મુનીશ્વરની પાસે ચારિત્ર અંગીકાર કરો તો આપને અતિ પ્રસન્નતા થશે.'
For Private And Personal Use Only