________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સીતેન્દ્ર
૯૪૭
બીજા યોગ પર વિચારણા ચાલુ થઈ. એક દ્રવ્ય પરથી બીજા દ્રવ્ય ૫૨, એક ગુણ ઉ૫૨થી બીજા ગુણ ઉપર અને એક પર્યાય ઉપરથી બીજા પર્યાય પર સંક્રમણ થવા માંડ્યું.
જ્યારે શ્રીરામભદ્ર મહામુનિ તીવ્ર વેગથી આત્માનાં શુદ્ધ સ્વરૂપ તરફ ધસી રહ્યા હતા ત્યારે બારમા દેવલોકમાં એક અવનવી જ ઘટના બની રહી હતી. સીતાજી!
સીતાજીએ ચારિત્રજીવનનું વિશુદ્ધ પાલન કર્યું હતું અને આયુષ્ય પૂર્ણ કરી, બારમા દેવલોકમાં દેવેન્દ્ર બન્યાં હતાં! દેવેન્દ્ર સીતેન્દ્ર!
દેવોને ‘અવધિજ્ઞાન' હોય.
‘અવધિજ્ઞાન'થી દેવો દેવલોકમાં બેઠાં બેઠાં પણ આ મનુષ્યલોકને જોઈ શકે. એ માટે તેમણે જ્ઞાનનો ઉપયોગ કરવો પડે. સીતેન્દ્રને અચાનક રામ સ્મૃતિમાં આવ્યા. ‘રામ શું કરતા હશે? કઈ સ્થિતિમાં હશે?' તેમની જિજ્ઞાસા પ્રગટી. તેમણે તરત જ અવધિજ્ઞાનનો ઉપયોગ કર્યો. સીતેન્દ્ર પ્રત્યક્ષ શ્રીરામ જોયા, પરંતુ અયોધ્યાના મહેલમાં નહીં, જંગલમાં કોટિશિલા પર આરૂઢ થયેલા! ધ્યાનસ્થ દશામાં અપૂર્વ આત્માનન્દના રસાસ્વાદ કરતા! સીતેન્દ્ર ચોંકી ઊઠ્યા : સ્વગત બોલી ઊઠ્યા : ‘મારા રામ! તેમણે પણ ચારિત્ર લીધું! ઓહો લક્ષ્મણજીનું મૃત્યુ થઈ ગયું છે, પ્યારા લવકુશ ચારિત્રને માર્ગે ચાલ્યા ગયા. શ્રીરામે શત્રુઘ્ન સાથે ચારિત્ર લીધું. બહુ સરસ. જીવન ધન્ય બની ગયું!'
સીતેન્દ્ર અયોધ્યામાં બની ગયેલી ઘટના જોઈ. ત્યાર પછી શ્રીરામ ઉપરનો રાગ સળવળી ઊઠ્યો. એ રાગના પડેલા સંસ્કારો નાબૂદ થયા ન હતા; રામને જોતાં જ એ સંસ્કારો જાગ્રત થયા. સીતેન્દ્ર વિચારે છે :
‘શ્રીરામે ધર્મધ્યાનમાંથી શુક્લધ્યાનમાં પ્રવેશ કર્યો છે. જો એમાં આગળ વધી જાય તો તેઓ કેવળજ્ઞાની બની જાય, વીતરાગ બનીને મોક્ષમાં ચાલ્યા જાય. પછી એમનો સંયોગ ન મળે.' શ્રીરામના કાયમી વિયોગની કલ્પનાથી સીતેન્દ્ર ધ્રૂજી ગયા.
શ્રીરામ અહીં આવે, મારા મિત્ર દેવ બને, એમનો ચિરસહવાસ મળે.’ પણ એ માટે મારે એમના શુક્લધ્યાનનો ભંગ કરવો જોઈએ. શુક્લધ્યાન અટકાવવું જોઈએ.'
કેવી છે રાગદશા!!
કેવી છે મોહદશા!
સીતાજીએ ચારિત્ર લીધું હતું, ચારિત્રજીવનનું પાલન કર્યું હતું, સંસારની
For Private And Personal Use Only