________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૫૪
જૈન રામાયણ - “અરે અસુરદેવો, શું તમે આ શ્રેષ્ઠ પુરુષોને ઓળખતા નથી? દૂર હટો. છોડી દો આ મહાપુરુષોને.”
ઝળહળ જ્યોતિથી દેદીપ્યમાન સીતેન્દ્રના પુણ્યપ્રતાપથી પરમાધામી અસુરો અંજાઈ ગયા. રાવણ, શંબૂક અને લક્ષ્મણ સીતેન્દ્રની સામે જોઈ રહ્યા. “કોણ આ ઉપકારી દેવ હશે?' તેઓ તર્ક-વિતર્કમાં પડી ગયા. ત્યાં જ સીતેન્દ્ર રાવણ અને શંબૂકને ઉદ્દેશીને કહ્યું :
‘તમે હવે તો સમજ? હે રાવણ, હે શંબૂક! તમે પૂર્વભવમાં રાવણ અને શબૂકના ભાવમાં ઘોર પાપ ક્ય માટે અહીં જન્મ્યા. અહીં પણ પૂર્વભવનું વૈર યાદ કરીને લડો છો?' સીતેન્દ્ર પરસ્પર લડતા રાવણ-લક્ષ્મણને યુદ્ધથી વાય. તેમનું યુદ્ધ સ્થગિત થયું. સીતેન્દ્ર રાવણ અને લક્ષ્મણ સામે જોયું અને એમને પ્રતિબોધ કરવા, પરસ્પરના વેરનો અંત લાવવા માટે જે પ્રમાણે કેવળજ્ઞાની શ્રી રામભદ્ર મહામુનિએ ભવિષ્યના ભવો બતાવ્યા હતા, તે બધો જ વૃત્તાંત તે ત્રણેયને કહી સંભળાવ્યો. રાવણ અને લક્ષ્મણ સીતેન્દ્રનો ઉપદેશ સાંભળીને બોલી ઊઠ્યા.
હે કૃપાનિધિ આપે ઘણું સારું કર્યું. આપ અહીં આવ્યા, અમને ઉપદેશ આપ્યો. આપના ઉપદેશથી અમારાં સર્વ દુઃખો ભુલાઈ ગયાં, પરંતુ પૂર્વભવોમાં ક્રૂર ક કરીને આવેલા એવા અમારા દીર્ઘકાળનો નરકાવાસને કોણ મિટાવી શકે? એ તો અમારે ભોગવવાનું જ રહ્યું.” આ સાંભળીને કરુણાપૂર્ણ સીતેન્દ્ર બોલી ઊઠ્યા :
હું તમને ત્રણેયને અહીંથી ઉઠાવીને દેવલોકમાં લઈ જઈશ.' એમ કહીને સીતેન્દ્ર એ ત્રણેયને પોતાના હાથમાં ઉપાડ્યા.
પરંતુ આ તો નરકના જીવોનાં શરીર! જેવાં શરીર હાથમાં પકડ્યાં તેવાં પારાની જેમ કણ-કણ થઈને હાથમાંથી સરકી ગયાં! પુનઃ તેમનાં અંગોપાંગ જોડાઈ ગયાં. સીતેન્દ્રએ ફરીથી શરીરને ઉઠાવ્યાં, પણ એ જ સ્થિતિ, કણ-કણ થઈને જમીન પર સરકી પડ્યાં.
સીતેન્દ્ર તેઓને વારંવાર ઉપાડવાનો પ્રયત્ન કર્યો, પણ નિષ્ફળ! ત્યાં લક્ષ્મણજીના જીવે કહ્યું :
“હે કૃપાળુ, તમે અમને જેમ જેમ ઉપાડવા પ્રયત્ન કરો છો, તેમ અમને ખૂબ જ દુઃખ થાય છે, માટે અમને છોડી દો અને દેવલોકમાં ચાલ્યા જાઓ.’
For Private And Personal Use Only