________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીરામ નિર્વાણ
૯૫૫ સીતેન્દ્ર વિચાર્યું “આમને નરકનાં દુઃખોથી બચાવવા કોઈ સમર્થ નથી. બાંધેલાં કર્મ ભોગવ્યા વિના તેમનો છૂટકો જ નથી.”
દુઃખી હૃદયે સીતેન્દ્ર ત્યાંથી નીકળીને, જ્યાં શ્રીરામ હતા ત્યાં આવ્યા. શ્રી રામભદ્ર મહામુનિને વંદના કરી, સીતેન્દ્ર નન્દીશ્વરદ્વીપ પર ચાલ્યા ગયા.
રસ્તામાં “દેવકરુ” પ્રદેશ આવ્યો! સીતેન્દ્રને યાદ આવ્યું ‘ભાઈ ભામંડલનો જીવ અહીં ઉત્પન્ન થયો છે.” તરત જ સીતેન્દ્ર ભામંડલના જીવને મળી, તેને ધર્મોપદેશ આપી, પ્રતિબોધ કર્યો. પૂર્વભવનો સ્નેહ હતો ને!
નન્દીશ્વરદ્વીપ પર રહેલી શાશ્વત જિન પ્રતિમાઓનાં દર્શન-પૂજન કરી, સીતેન્દ્ર અશ્રુત દેવલોકમાં ચાલ્યા ગયા.
શ્રી રામભદ્ર મહામુનિ કેવળજ્ઞાની બનીને આ પૃથ્વી પર પચ્ચીસ વર્ષ વિચર્યા. અનેક જીવોને મોક્ષમાર્ગનો ઉપદેશ આપીને, શેષ કર્મોનો ક્ષય કરી મોક્ષમાં પધાર્યા..
તેમણે અજર, અમર, અવિચલ અને શાશ્વત આત્મસુખ પ્રાપ્ત કરી લીધું.
સંપૂર્ણ
0
0
0
For Private And Personal Use Only