________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીરામ નિર્વાણ
૯૫૩ સીતેન્દ્ર! તેના હૃદયમાં લક્ષ્મણને નરકનાં દુઃખોથી બચાવવાની કરુણા તો જાગી, પરંતુ સાથે સાથે રાવણને પણ બચાવી લેવાની દયા જાગી! સીતેન્દ્ર રાવણના ભૂતકાળને ભૂલી જાય છે અને શ્રીરામભદ્ર મહામુનિએ બતાવેલા એના ઉજ્વલ ભવિષ્યને જુએ છે! “ભવિષ્યમાં રાવણ તીર્થંકર બનનાર છે. અરે! ભાવિનો મારો પુત્ર પણ તે બનનાર છે!”
સીતેન્દ્રા બારમા દેવલોકનો ઇન્દ્ર છે. એની પાસે અદ્દભુત દેવી શક્તિઓ છે. તેને મનુષ્યલોક, મધ્યલોકની નીચે અધોલોકમાં જવામાં વાર કેટલી! સીતેન્દ્ર ચોથી નરકમાં જઈને ઊભા
પહેલા નરકની નીચે બીજી નરક, બીજા નરકની નીચે ત્રીજા નરક અને ત્રીજી નરકની નીચે ચોથી નરકમાં! કેવી ભયંકર વિકરાળ એ ભૂમિ! કાપાકાપી અને મારામારી સિવાય કંઈ નહીં!
કપાઈ જાય છતાં મરે નહીં! પુનઃ સંધાઈ જાય! બળી જાય છતાં મરે નહીં. પુનઃ અંગોપાંગ જોડાઈ જાય! છેદાય, ભેદાય, છતાં મરે નહીં. મૃત્યુને ચાહે, છતાં મૃત્યુ મળે નહીં ત્યાં તો જેટલો કાળ આયુષ્યનો બાંધીને આવ્યો હોય, તેટલો કાળ વિતાવવો જ પડે! નરક એટલે નરક. એ કોઈ કલ્પના નથી. “નરક' એક ચોક્કસ સ્થાન છે. જ્યાં એવા જીવોને જવું પડે છે કે જેઓ ઘોર પાપ આચરે છે. જે પાપોની સજા કરવાની ટેવ કે માનવની શક્તિ નથી. એ સજા તેણે નરકમાં ભોગવવી જ પડે છે.
સીતેન્દ્ર ચોથા નરકમાં રાવણને જોયો. શંબૂકને જોયો અને લક્ષ્મણને પણ જોયા! રાવણ અને શબૂક બંને લક્ષ્મણની સાથે લડી રહ્યા હતા. ઘોર યુદ્ધ જામેલું સીતેન્દ્ર જોયું. સિંહ વગેરેનાં વિવિધ રૂપ કરીને તેઓ યુદ્ધ કરી રહ્યા હતા. ત્યાં “પરમાધાર્મિક'ના ક્રૂર અસુરો એમને કહી રહ્યા હતા :
અરે, આ રીતે લડવામાં તમને જોઈએ તેવું દુ:ખ નહીં મળે.”પરમાધાર્મિકોએ કહ્યું. રાવણ-શંબૂક અને લક્ષ્મણના મુખમાંથી તીવ્ર ચીસ નીકળી પડી. બળવા માંડ્યા. અંગો બળી-ઝળી ગયાં. ત્યાંથી તેમને કાઢીને એ વિકૃત આકૃતિવાળા અસરએ ત્રણેયને ગરમ-ગરમ તેલમાં ફેંકી દીધા અને દુઃખો આપવાની પરંપરા ચાલી. ભયંકર દુ:ખ, ઘોર વેદના અને દર્દભરી ચીસો. સીતેન્દ્ર તે જોઈ ન શક્યા, તેઓ કમકમી ઊઠ્યા. તરત જ તેમણે અસુરોને કહ્યું :
For Private And Personal Use Only