Book Title: Jain Ramayana Part 3
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 346
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીરામ નિર્વાણ સ્પ૧ પશુઓ અને પક્ષીઓ જરૂર ત્યાં હતાં. એ કેવળજ્ઞાની ભગવંતને ચાહતાં હતાં. હિંસક પશુઓ પણ હિંસાવૃત્તિને ત્યજી એકઠાં થયાં હતાં. સર્વજ્ઞ વિતરાગ શ્રી રામનો ઉપદેશ સાંભળી, દેવોનાં મન ઉલ્લસિત થયાં. તેમનાં સમ્યગ્દર્શન વિશેષ નિર્મળ થયાં. ઉપદેશ પૂર્ણ થયો. સીતેન્દ્ર ઊભા થયા અને ગદ્ગદ્ સ્વરે ક્ષમાયાચના કરતાં બોલ્યા : પ્રભો, મને ક્ષમા કરો. આપના પ્રત્યેના રાગથી, સ્નેહથી પ્રેરાઈને મેં ધ્યાનભંગ કરવા, આપના ઉપર ઉપદ્રવ કર્યો. આપ દેવલોકમાં મારા મિત્રદેવ બન, એ માટે વિચલિત કરવા પ્રયત્ન કર્યા. મારો અપરાધ માફ કરો.” હે સીતેન્દ્ર મોહવશ જીવ શું નથી કરતો? તમે મોહવશ બનીને ઉપદ્રવ કર્યા. પણ તે મારા માટે ઉપકારી બન્યા!” પ્રભો! હવે કૃપા કરીને બતાવો કે લક્ષ્મણ મૃત્યુ પામીને કઈ ગતિમાં ગયા છે અને રાવણ મરીને કઈ ગતિમાં ગયો છે?” હે સીતેન્દ્ર, જીવોની ગતિ કર્માધીન હોય છે. લક્ષ્મણ અને રાવણ બંને ચોથી નરકમાં છે.” કેવળજ્ઞાની ભગવંતે કહ્યું. સીતેન્દ્રના મુખ પર ગ્લાનિ છવાઈ ગઈ. ‘પ્રભો, નરકમાંથી નીકળ્યા પછી એમનું ભાવિ શું છે?' સીતેન્દ્ર બીજો પ્રશ્ન પૂછયો. સીતેન્દ્ર, નરકનું આયુષ્ય પૂર્ણ કરીને લક્ષ્મણ અને રાવણ પૂર્વ-મહાવિદેહ ક્ષેત્રમાં વિજયાવતી નગરમાં જન્મશે. સુનન્દ અને રોહિણીના તેઓ પુત્ર થશે. લક્ષ્મણનું નામ સુદર્શન અને રાવણનું નામ જિનદાસ હશે. ત્યાં બંને અહંત ધર્મની આરાધના કરશે અને સૌધર્મ દેવલોકમાં જશે. દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી, વિજયાપુરીમાં તેઓ બંને જન્મશે, શ્રાવક બનશે. શ્રાવક જીવન જીવીને હરિવર્ષ ક્ષેત્રમાં મનુષ્ય બનશે. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને તેઓ બંને દેવલોકમાં જશે. દેવલોકનું પણ આયુષ્ય પૂર્ણ થશે અને વિજયાપુરીમાં “જયકાન્ત' અને જયપ્રભ' નામના કુમારો થશે. જ્યારે તે કુમારો યૌવનમાં આવશે, જિનોક્ત સંયમધર્મનું પાલન કરશે, ચારિત્ર પાળી, મૃત્યુ પામી “લાન્તક' નામના દેવલોકમાં ઉત્પન્ન થશે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351