________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સીતેન્દ્ર
૯૪૯ આ વિદ્યાધર કન્યાઓએ મને કહ્યું : “તું દીક્ષા ત્યજી દે અને રામની રાણી બની જા. અમે તારા આદેશથી રામની પત્નીઓ બનીશું.” હે સ્વામીનાથ, મેં આ કન્યાઓના કહેવાથી દીક્ષા ત્યજી દીધી અને હું આપનાં ચરણોમાં આવી છું. હે પ્રાણેશ્વર, અમારી સામે જુઓ. આપની સતા પૂર્વવતુ આપના બાહુપાશમાં સમાઈ જવા તલસે છે. ભૂલી જાઓ સ્વામી મારો એ અપરાધ, આપનું કરેલું અપમાન અને આ દાસીને આપની ચરણસેવામાં સ્વીકારી લો.”
શ્રી રામભદ્ર મહામુનિ પર સીતેન્દ્રનાં વચનોની કોઈ અસર ન થઈ. એ તો શુક્લધ્યાનની ધારામાં વહી રહ્યા હતા. ક્ષણે ક્ષણે અનંત કર્મોનો ક્ષય કરી રહ્યા હતા. ધ્યાનનો અગ્નિ પ્રગટે પછી શું બાકી રહે?
સીતેન્દ્ર વિદ્યાધર કન્યાઓ (બનાવટી) સાથે એ કોટિશિલા પર નૃત્ય આરંભ્ય. દેવલોકના દેવીનું (બનાવટી દેવીઓનું) નૃત્ય એટલે પૂછવું જ શું! નૃત્ય સાથે ગીત અને સંગીતની રમઝટ જામી ગઈ.
એ ગીત-સંગીત અને નૃત્યની અસર જંગલનાં પશુપક્ષીઓ પર થઈ. ટોળે વળી, તેઓ એકીટસે નાટારંભ જોઈ રહ્યાં અને ડોલી ઊઠ્યાં.
પરંતુ શ્રીરામભદ્ર મહામુનિ પર નથી એ નૃત્યની અસર કે નથી એ ગીતસંગીતની અસર! અસર ક્યાંથી થાય? એ નૃત્યને આંખો જુએ અને મન વિચારે તો ને? એ ગીત-સંગીતને કાન સાંભળે અને મને વિચાર કરે તો ને? મહામુનિની ઇન્દ્રિયો અને મન તો ધ્યાનમાં જોડાઈ ગયાં હતાં.
ઇન્દ્રિયો અને મનને ધ્યાનમાં જોડી દેવામાં આવે તો બાહ્ય દુનિયાના પ્રસંગો કોઈ અસર ન કરી શકે. મહામુનિએ ઇન્દ્રિયો અને મનના સહારે ધર્મધ્યાન કરીને, આત્માથી જ આત્માનું ધ્યાન આપું. શુક્લધ્યાનમાં આત્મા જ આત્માને ધ્યાવે છે! મન અને ઇન્દ્રિયો ત્યાં નિષ્ક્રિય બની જાય છે.
સીતેન્દ્ર તો પોતાની તમામ શક્તિ અજમાવીને ગીત નૃત્ય કર્યું જાય છે. દિવસ પૂર્ણ થાય છે ને રાત્રિનો પ્રારંભ થાય છે. પ્રથમ પ્રહર, દ્વિતીય પ્રહર, જેમ રાત જામતી જાય છે તેમ તેમ નૃત્ય જામતું જાય છે. ગીત-સંગીત તીવ્ર બનતાં જાય છે.
ત્રીજા પ્રહરનો પ્રારંભ થઈ ગયો અને પૂર્ણ પણ થઈ ગયો.
ચોથા પ્રહરનો પ્રારંભ થયો. શ્રી રામભદ્ર મહામુનિએ “શુક્લધ્યાન'ના બીજા પ્રકારમાં પ્રવેશ કરી ધ્યાનાનલમાં ઘાતકર્મનો ક્ષય કરી નાખ્યો.
શ્રી રામભદ્ર મહામુનિને કેવળજ્ઞાન પ્રગટી ગયું.
For Private And Personal Use Only