________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી રામ વીતરાગ બન્યા.
ન રાગ, ન દ્વેષ, ન મોહ,
શ્રી રામ સર્વજ્ઞ બન્યા.
૨ ૧૨૩. શ્રી રામ નિર્વાણ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કોઈ પણ જાતનું અજ્ઞાન નહીં.
એમને સકલ વિશ્વ પ્રત્યક્ષ! ભૂતકાળ પ્રત્યક્ષ, ભવિષ્યકાળ પ્રત્યક્ષ અને વર્તમાન પ્રત્યક્ષ! આત્માના જ્ઞાનનો પ્રકાશ પ્રગટી ગયો. સર્વજ્ઞતા આવે એટલે વીતરાગતા સહજ બની જાય. અજ્ઞાનતા છે ત્યાં સુધી જ રાગ અને દ્વેષનાં દ્વન્દ્વ હોય છે.
આત્મા સર્વજ્ઞ બન્યો, વીતરાગ બન્યો એટલે જન્મ મટ્યો! ફ૨ીથી જન્મવાનું નહીં, દેહ ધારણ જ નહીં કરવાનો. સર્વજ્ઞ આત્માનું નિર્વાણ થાય. નિર્વાણ થયા પછી જન્મ ન થાય. આત્મા જન્મ-મૃત્યુમાંથી પૂર્ણતયા મુક્ત થાય. એનું જ નામ મોક્ષ. માઘ માસ. શુક્લ બારસની એ રાત્રિ હતી.
રાત્રિના અંતિમ પ્રહરમાં શ્રી રામભદ્ર મહામુનિ સર્વજ્ઞ વીતરાગ બન્યા. સીતેન્દ્રે અવધિજ્ઞાનથી જોઈ લીધું કે ‘શ્રી રામ કેવળજ્ઞાની બની ગયા હતા. શુક્લધ્યાનની સિદ્ધિ થઈ ગઈ.' તેમણે તરત જ બધી માયાજાળ સંકેલી લીધી. સ્વયં સીતાનું રૂપ સંહારી લઈ ઇન્દ્રરૂપે પ્રગટ થયા.
દેવલોકથી બીજા દેવો પણ ઊતરી આવ્યા.
સીતેન્દ્રનો મોહ ઊતરી ગયો. ભક્તિભાવ જાગ્રત થયો. સીતેન્દ્ર દેવોની સાથે ત્યાં વિધિપૂર્વક મહોત્સવ કર્યો. દેવોએ નૃત્ય કર્યાં; ગીતગાન કર્યાં; શ્રી રામભદ્ર મહામુનિની સ્તુતિ કરી.
સુવર્ણનું દિવ્ય કમલ બનાવ્યું. અત્યંત મુલાયમ અને મનોહર. કેવળજ્ઞાની એના પર આરૂઢ થયા. બે બાજુએ દેવો ઊભા રહીને ચામર ઢોળવા માંડવા. દિવ્ય છત્ર ધારણ કરીને દેવો ઊભા રહ્યા.
ફોટિશિલાનો પ્રદેશ દેવોની પર્ષદાથી શોભી ઊઠ્યો.
કેવળજ્ઞાની ભગવંત શ્રી રામચન્દ્રે ચંદનથી પણ શીતલ વાણી વહાવી. દેશનાનો પ્રારંભ કર્યો :
પર્ષદા હતી માત્ર દેવોની! ત્યાં માનવ સ્ત્રી-પરુષો ન હતા. હા, એ જંગલનાં
For Private And Personal Use Only