Book Title: Jain Ramayana Part 3
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 343
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૪૮ જેન રામાયણ માયામમતાનો ત્યાગ કર્યો હતો. જ્ઞાન-ધ્યાન અને તપની આરાધના કરી હતી. પરંતુ શ્રીરામ પ્રત્યેનો રાગ યથાવત્ રહ્યો હતો! તેમની ચારિત્રની ઉપાસના રામ-રાગને મિટાવી શકી ન હતી. જીવનનું અને દેહનું પરિવર્તન થયા પછી પણ એ રાગને મિટાવી શકી ન હતી. જીવનનું અને દેહનું પરિવર્તન થયા પછી પણ એ રાગ આત્માને વળગી રહ્યો હતો. આનું નામ રાગની પ્રબળતા! આનું નામ મોહની વિટંબણા! સીતેન્દ્ર શ્રીરામભદ્ર મહામુનિને ધ્યાનભ્રષ્ટ કરવાનો નિર્ણય કરે છે. અનુકૂળ ઉપસર્ગો કરીને, મહામુનિને વિચલિત કરવાનો નિર્ધાર કરે છે. અનેક દેવો સાથે સીતેન્દ્ર “કોટિશિલા' પાસે આવે છે. તેઓ શ્રીરામચન્દ્રજીને ધ્યાનમગ્ન દશામાં જુએ છે. ચારે બાજુ વેરાન ઉજ્જડ પ્રદેશને જુએ છે. તેમને પ્રદેશ ન ગમ્યો. દેવેન્દ્ર છે! એની પાસે અદ્ભુત શક્તિઓ છે. માઘ માસ હતો. સીતેન્દ્ર “કોટિશિલાના જંગલને ક્ષણોમાં ઉઘાન બનાવી દીધી તેમાં તેમણે નંદનવન સર્જી દીધું અને તેમાં વસંતઋતુની માદકતા ભરી દીધી. કોયલીનાં વૃન્દ મૂંજન કરવા લાગ્યાં. વિવિધરંગી ભ્રમરો મધુર ગુંજારવ કરવા લાગ્યા. જૂઈ, બકુલ અને ચંપકનાં પુષ્પો ખીલી ઊઠ્યાં. મલયાચલનો સુગંધી વાયુ વાવા લાગ્યો. કામદેવ જાણે પૃથ્વી પર ઊતરી આવ્યો! સીતેન્દ્ર રૂપપરિવર્તન કર્યું. સોળશૃંગાર સજેલી નવયૌવના સીતાનું રૂપ ધારણ કર્યું. આબેહુબ સીતા! જાણે મિથિલાના સ્વયંવર-મંડપમાં ઊભેલી સીતા ન હોય! બીજા દેવોએ પણ માનવ-કન્યાનાં રૂપ ધારણ કર્યા. એ કન્યાઓ સાથે રૂમઝૂમ કરતી સીતા કોટિશિલા પર આવી. ધ્યાનસ્થ રામને નમન કરી, તેણે પ્રાર્થના કરી હે પ્રાણનાથ! પ્રિયતમ! નયન ખોલો. જુઓ તમારી હૃદયેશ્વરી સીતા તમારી સામે ઊભી છે. સ્વામીનાથ! જુઓ, તમારા વિરહથી વ્યાકુળ, વિહ્વળ આ સીતાનો તમે સ્વીકાર કરો. ત્યારે મેં ભૂલ કરી હતી. આપનો ત્યાગ કરી, અભિમાનમાં આપને અવગણી, મેં ચારિત્ર લીધું હતું. પાછળથી મને ઘણો પશ્ચાત્તાપ થયો હતો. આપની સ્મૃતિમાં હું ઝૂરતી હતી. આંખોમાંથી આંસુ વહાવતી હતી. આજે હું આપની પાસે આવી છું. જુઓ, આ અનેક વિદ્યાધરકન્યાઓ સાથે આપને વીનવું છું, હે નાથ! કૃપા કરો. અમારો સ્વીકાર કરી, અમને સનાથ કરો. . For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348 349 350 351