________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨. સીતેન્દ્ર પર શ્રી રામભદ્ર મહામુનિએ એ જ વનમાં સ્થિરતા કરી. વનમાં પશુઓ મહામુનિની ચારેબાજુ ટોળે વળે છે. મહામુનિ સામે ટગરટગર જોયા કરે છે. વનની અધિષ્ઠાયિકા દેવીઓ પ્રગટ થાય છે અને મહામુનિની સ્તુતિ-પ્રાર્થના કરે છે. મહામુનિ તો તેમની સાધનામાં લીન છે.
ક્યારેક મહિનાના ઉપવાસ. ક્યારેક બે મહિનાના ઉપવાસ.
ક્યારેક ત્રણ મહિનાના ઉપવાસ તો ક્યારેક ચાર મહિનાના સળંગ ઉપવાસ કરી, મહામુનિ ઘોર તપ કરતા હતા. તેમને તો જલ્દી જલ્દી કર્મનાં બંધનો તોડવાં હતાં. તપશ્ચર્યા કરીને, તેઓ બેસી રહેતા ન હતા. પરંતુ તેઓ ભિન્નભિન્ન આસનો લગાવીને, ધ્યાનમાં લીન રહેતા હતા.
ક્યારેક “પર્યકાસન, કરતા તો ક્યારેક ઉત્કટિક આસને ધ્યાન ધરતા. ક્યારેક એક પગે ઊભા રહી, બંને હાથ ઊંચા રાખી, સૂર્ય સામે દૃષ્ટિ લગાવીને, ધ્યાન કરતા. તેઓ ક્યારેક માત્ર અંગૂઠા પર ઊભા રહેતા, ક્યારેક પગની એડી પર ઊભા રહેતા.
જુદાંજુદાં આસનો દ્વારા તેમણે તન-મનની પ્રવૃત્તિ પર વિજય મેળવ્યો. તપ અને ધ્યાન દ્વારા તેમણે કર્મનાં કઠોર બંધનો તોડવા માંડ્યાં.
ઘણો સમય વનમાં વિતાવી, તેમણે કોટિશિલા' નામની શિલા તરફ વિહાર કર્યો. જે કોટિશિલાને પૂર્વે લક્ષ્મણજીએ ઉપાડીને, વિદ્યાધરોને પ્રતીતિ કરાવી હતી કે તેઓ “વાસુદેવ' છે.!
શ્રીરામભદ્ર મહામુનિએ “કોટિશિલા પર આસન જમાવ્યું. નિરપેક્ષ વૃતિ! બાહ્ય ભાવો તરફ સંપૂર્ણ ઉદાસીનતા, સંસાર અને મોક્ષ, કોઈ ઇચ્છા નહીં. રાગ નહીં અને દ્વેષ નહીં.
તેઓ ધર્માધ્યાનની ઉચ્ચતમ્ સપાટી પર પહોંચ્યા. અને “શુક્લધ્યાન'નો પ્રારંભ થઈ ગયો! પૃથક્વ-વિતર્કસવિચાર' ધ્યાન ચાલુ થઈ ગયું. આત્માથી માંડી પરમાણુ સુધીના પદાર્થોનું ચિંતન. તેના વાચક શબ્દોનું ચિંતન અને મનવચન-કાયાના યોગનું ચિંતન. ચૌદ પૂર્વના શ્રુતજ્ઞાનનું ચિંતન!
સ્વ-શુદ્ધ આત્માનુભૂત ભાવનાના આલંબનથી અન્તર્જલ્પ ચાલુ થયો. એક અર્થ પરથી બીજા અર્થ પર, એક શબ્દ પરથી બીજા શબ્દ પર અને એક યોગથી
For Private And Personal Use Only